Site icon Revoi.in

જલ્દી મળશે નવુ અપડેટ, વિડીયો સ્ટેટસ અપડેટની મજા થશે બમણી

Social Share

નવી દિલ્હીઃ જો તમે પણ એક WhatsApp યૂઝર છો અને તમને વિડીયો સ્ટેટસ અપલોડ કરવાનું ખૂબ પસંદ છે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. WhatsApp સ્ટેટસ અપડેટને લઈને એક નવા અને જરૂરી ફીચર પર કામ કરી રહ્યું છે. WhatsAppના આ નવા ફીચરની બીટા ટેસ્ટિંગ પણ ચાલું થઈ ગઈ છે અને જલ્દી આને બધા માટે જાહેર કરવામાં આવશે.

• હવે સ્ટેટસમાં અપલોડ કરી શકાસે 1 મિનીટનો વિડીયો
WhatsAppએ બીટા યુઝર્સ માટે એક નવુ અપડેટ જારી કર્યુ છે જેના પછી તે સ્ટેટસમાં 1 મિનીટ સુધીનો વિડીયો અપલોડ કરી રહ્યા છે. હાલ WhatsApp સ્ટેટસમાં 30 સેકેંન્ડ સુધીનો વિડીયો અપલોડ થતો હતો પણ નવા અપડેટ પછી આ 1 મિનીટનો થઈ જશે.

WhatsAppના આ નવા ફીચરના ટેસ્ટિંગ એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.24.6.19 પર થઈ રહ્યુ છે. નવા અપડેટ માટે બીટા યૂઝર્સ પોતાના WhatsApp એપને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. નવુ અપડેટ લોકો માટે ખૂબ કામનું સાબિત થશે, કેમ કે ઘણી વાર આપણે સ્ટેટસમાં લાંબા વિડીયો અપલોડ કરવા માંગીએ થીએ પણ કરી નથી શકતા.