Site icon Revoi.in

સૌથી યુવા ન્યુઝિલેન્ડની પ્રધાનમંત્રીએ રાજીનામુ આપવાની કરી જાહેરાત – ફરીથી નહી લડે ચૂંટણી

Social Share

દિલ્હીઃ- ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને  આજરોગ ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તે 7 ફેબ્રુઆરી સુધી જ હવે વડાપ્રધાન પદ પર રહેશે ત્યાર બાદ તે  રાજીનામું આપશે.

આ બાબતને લઈને ન્યુઝીલેન્ડના જાહેર પ્રસારણકર્તા RNZએ ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, “પીએમ જેસિન્ડા આર્ડર્નનું કહેવું  છે કે તે આ વર્ષે ફરીથી ચૂંટણી નહીં લડે અને વડા પ્રધાન તરીકે તેમનો છેલ્લો દિવસ 7 ફેબ્રુઆરી છે.” તેણે મીડિયા સમક્ષ એમ પણ કહ્યું કે  ન્યુઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ આ વર્ષ અને ચૂંટણી સુધી સરકારના ધ્યાન પર રહેશે. આર્ડર્ને કહ્યું કે 14 ઓક્ટોબરે સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

પીએમ આર્ડને વધુમાં જણાવ્યું કે 7 ફેબ્રુઆરી પહેલા લેબર પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપશે. તેમના સ્થાને અન્ય નેતાની પસંદગી કરવા માટે આગામી દિવસોમાં મતદાન થશે. ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે કહ્યું કે તેણે ઉનાળાના વેકેશન દરમિયાન તેના ભવિષ્ય વિશે વિચારવા માટે સમય કાઢ્યો હતો.ઉલ્લેખનીય છએ કે  આર્ડેર્ન 2017માં 37 વર્ષની વયે વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે તે વિશ્વની સૌથી યુવા મહિલા વડા બની હતી.