Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે ડાન્સ કરતાં-કરતાં આપ્યું ભાષણ, રહિતી માઈપે ક્લાર્ક એવા ગર્જ્યા કે હલી ગઈ સંસદ

Social Share

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા સાંસદ હાના રહિતી માઈપે ક્લાર્ક હાલ ચર્ચામાં છે. કારણ એ છે કે તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાન્સ હાકા પરફોર્મ કરતા પોતાના મુદ્દાઓને ઉઠાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે હાકા એક યુદ્ધગીત હોય છે, જેને પુરી શક્તિ અને ભાવ-ભંગિમાઓ સાથે રજૂ કરવામાં આવે છે.

તેમણે તમામ તમારિકી માઓરીને સમર્પિત એક શક્તિશાળી ભાષણ આપતા આ પરંપરાગત વૉર ક્રાઈને રજૂ કર્યું. સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેને પાછળ પાછળ દોહરાવ્યું હતું. જે લોકો હાકાને સારી રીતે સમજતા નથી, તેઓ તેમના ચહેરાના હાવભાવથી એટલું તો આસાનીથી સમજી શકે છે કે તે પોતાન ભાષણ દ્વારા ગરજી રહ્યા છે. વીડિયોમાં તેમના ચહેરાની ભાવ-ભંગિમા ડરામણી છે. આ દુનિયાભરના સાંસદોમાં પોતાના પ્રકારનું પહેલું ભાષણ છે.

આ વીડિયો તેમના ગત મહિને આપવામાં આવેલા ભાષણનો હિસ્સો છે, જે હવે વાયરલ થયો છે. ઘણાં લોકો આ વીડિયોને સોશયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. વીડિયો કેટલાક કલાક પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધી, આ ક્લિપને અલગ અલગ સ્થાનો પર લાખો વાર જોવામાં આવી છે અને આ સંખ્યા હજીપણ વધી રહી છે. તેના પર લોકો જબરદસ્ત કોમેન્ટ પણ કરી ચુક્યા છે.

એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે આ કારણ છે કે મારી નજરમાં આ સૌથી ઈમાનદાર અને લોકપ્રિય સાંસદ છે. એક અન્યએ લખ્યુ છે કે આ યુવા મહિલાની ઊર્જા જોવો. એક શખ્સે લખ્યુ છે કે કાશ મને સમજમાં આવે કે તે શું કહી રહી છે, પરંતુ તેનું ઝનૂન ગજબ છે. મને તેનાથી પ્રેમ છે અને તેની ચારે તરફ દરેક સંપૂરણપણે તેનો સાથ આપી રહ્યા છે.

શું છે માઓરી સંસ્કૃતિનો ડાન્સ હાકા ?

મહત્વપૂર્ણ છે કે હાકા ડાન્સ આવનારનું સ્વાગત કરવાની જનજાતિઓની પરંપરાગત પદ્ધતિ છે. પરંતુ તે યુદ્ધમાં જતી વખતો યોદ્ધાઓને ઉત્સાહિત કરવાનું પણ કામ કરે છે. આ ન માત્ર શારીરિક બળનું પ્રદર્શન છે, પરંતુ સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રતીક પણ છે.

કોણ છે હાનારાવિતી માઈપી ક્લાર્ક ?

એન ઝેડ હેરાલ્ડના રિપોર્ટ મુજબ, 21 વર્ષના હાના 170 વર્ષમાં ન્યૂઝીલેન્ડના સૌથી નાની વયના સાંસદ છે. તેઓ એઓટેરોઆમાં 1853 બાદથી સૌથી ઓછી વયના સાંસદ બન્યા છે. તેમણે સંસદમાં પોતાની બેઠક જીતવા માટે દેશમાં સૌથી લાંબો સમય સેવા કરનારા મહિલા સાંસદ નાનિયા મહુતાને હરાવ્યા હતા.