Site icon Revoi.in

અમેરિકાના નવનિયુક્ત રાજદૂત એરિક ગારસેટી ઓટોના માધ્યમથી એમ્બેસી પહોંચ્યા હતા

Social Share

દિલ્હીઃ-  ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત એરિક ગારસેટી  થાડો દિવસ અગાઉથી જ ભારત આવી પહોંચી ગયા છે. નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીના સ્ટાફ દ્વારા એરિક ગારસેટીનુંઆજરોજ ભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરિક ગારસેટ્ટીએ 25 માર્ચે ભારતમાં રાજદૂત તરીકે શપથ લીધા હતા. એરિક ભારતમાં અમેરિકાના 25મા રાજદૂત છે. એરિકની નિમણૂકની જાહેરાત 15 માર્ચ 2023ના રોજ કરવામાં આવી હતી. તેમને 2021માં જ ભારતના એમ્બેસેડર તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. 2 વર્ષ બાદ હવે તેમણે શપથ લીધા હતા અને ભારત આવ્યા છેય

જો કે આજરોજ  એરિક ગારસેટી ઓટો દ્વારા અમેરિકન એમ્બેસી પહોંચ્યા હતા. અમેરિકન એમ્બેસીએ પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

અમેરિકી દૂતાવાસના કેટલાક કર્મચારીઓ યાત્રીઓ માટે ઓટોનો ઉપયોગ કરે છે અને ભૂતકાળમાં જ્યારે અમેરિકી વિદેશ મંત્રી પણ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ ઓટોમાં સવારી કરી હતી.

જો એરિક ગારસેટીની વાત કરીએ તો ભારતમાં અમેરિકી રાજદૂતની નિમણૂક છેલ્લા બે વર્ષથી અટકેલી હતી. હકીકતમાં, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની વિદાય બાદ ભારતમાં અમેરિકી રાજદૂતે રાજીનામું આપી દીધું હતું. જે પછી 2021 માં, બિડેને લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગારસેટ્ટીને ભારતમાં નવા યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા.

જો કે  યુએસ સેનેટે ગારસેટ્ટીના નામને મંજૂરી આપી ન હતી. આ પછી તપાસ સમિતિ બેઠી અને આખા વર્ષ સુધી સુનાવણી ચાલી. સુનાવણી પૂર્ણ થયા બાદ મતદાન થયું હતું, જ્યાં ગયા માર્ચમાં એરિક ગારસેટ્ટીના નામ પર મહોર લગાવવામાં આવી હતી.છેવટે તેઓ ભારત આવ્યા હતા.

આ પહેલા માર્ચની શરુઆતમાં  યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારી બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં એક ઓટોમાંથી ઉતરતા જોવા મળ્યા હતા. મસાલા ચાનો સ્વાદ પણ ચાખ્યો. તેણે પોતાના ટ્વીટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.