- આ વર્ષે ચોમાસું રહેશે સામાન્ય
- હવામાન વિભાગે ચોમાસાને લઈને આપ્યા સમાચાર
દિલ્હી – સમગ્ર દેશભરમાં હાલ સખ્ત ગરમી પડી રહી છે ત્યારે ઉનાળા બાદ ચોમાસાના આગમનને લઈને અત્યારથી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રમાં આગવું સ્થાન ઘરાવતી ભારતીય કંપની સ્કાઇમેટએ વર્ષ 2021 ના ચોમાસાને લઈને આગાહી કરી છે,
આ વર્ષનું ચોમાસુ ચાર મહિના જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સયદાળા લખતે વરસાદ 880.6 લિમિટેડની સરખામણી એ 103 ટકા સાથે થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.આ મામલે સ્કાઇમેટ વધુ આગાહી કરતા જણાવ્યું હતું કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારમાં મોસમનો વરસાદ નહીવત થવાની શક્યતાઓ છે.
સ્કાઈમેટ પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઈ શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદથઈ શકે છે. જૂન મહિનામાં વરસાદની શરૂઆતમાં પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય રહેશે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ પડવાની આશાઓ સેવાઈ છે.
દેશના રાજ્ય કર્ણાટકમાં વરસાદ પહેલા ત્રણ મહિના દરમિયાન ઓછોથી સામાન્ય થવાની શક્યતાઓ છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.