Site icon Revoi.in

દેશની ડિજિટલ સફરમાં આગામી પગલું E-Rupee -1 લી ડિસેમ્બરથી E-રૂપી ચલણમાં

Social Share

દિલ્હીઃ- કોરોના મહામારીમાં ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યા વધી છે,કેન્દ્રના અથાગ પ્ર.ત્નથી ભારત હવે ડિજિટલ ક્ષેત્રમાં ઘમું આગળ આવી રહ્યું ચે ત્યારે દેશની નડિજિટલ સફરમાં એક આગામી પગલું લેવાી રહ્યું છે જે છે ઈ-રુપિ જે આવતીકરાલથી ેટલે કે 1લી ડિસેમ્બરથી ચલમમાં આવી રહ્યું છે.

ઉદ્યોગપતિઓની જેમ હવે સામાન્ય લોકો પણ ઈ-રૂપિયામાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. ભારતીય રિઝર્વ બેંકદેશના ચાર શહેરોમાં 1 ડિસેમ્બરથી ડિજિટલ રૂપિયાના છૂટક ઉપયોગ સાથે સંબંધિત પ્રથમ પાયલોટ પરીક્ષણ હાથ ધરશે.

આ સાથે જ ચાર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો SBI, ICICI, યસ બેંક અને IDFC ફર્સ્ટ ટેસ્ટમાં સામેલ થશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ડિજિટલ ટોકનના સ્વરૂપમાં હશે. આ લીગલ ટેન્ડર હશે, એટલે કે તેને લીગલ કરન્સી ગણવામાં આવશે. ઇ-રૂપી એ જ મૂલ્ય પર જારી કરવામાં આવશે જે હાલમાં ચલણી નોટો અને સિક્કા જારી કરવામાં આવે છે.જેને ભારતીય રિઝર્વ બેન્કે ૧ ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો લોન્ચ કરવાની જાહેાત કરી છે. આ રિટેલ ડિજિટલ રૂપિયાથી સામાન્ય માણસ દુકાનોમાં ખરીદી કરી શકશે.