Site icon Revoi.in

આઠ ટનલ સહિત 25 હાઈવે પ્રોજેક્ટનો નીતિન ગડકરી કરશે શિલાન્યાસ

Social Share

દિલ્હી: દેશમાં રોડ અને કનેક્ટિવિટી સુધરે તે માટે છેલ્લા 7 વર્ષમાં કેટલાક મહત્વના પ્રોજેક્ટ અને કામ કરવામાં આવ્યું છે. આવામાં લોકોને વધારે સુવિધા મળી રહે તે માટે સરકાર વધારે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવા જઈ રહી છે. કુલ રૂ. 11,721 કરોડના ખર્ચના આ પ્રોજેક્ટ્સમાંથી અડધો ભાગ ટનલના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે.

જમ્મુ ડિવિઝનમાં, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના ભાગોમાં ચાર મોટી ટનલ બનાવવામાં આવશે. જ્યાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણા દિવસોથી બંધ થઈ જતો હોય છે. ઉધમપુર અને રામબન જિલ્લાની વચ્ચે, આ સ્થાનો પર રસ્તાની હાલત માત્ર ટ્રાફિકને જ અસર કરતી નથી, પરંતુ માર્ગ અકસ્માતોનું કારણ પણ બને છે.

જાણકારી અનુસાર ખુબ જ સારા રોડ કનેક્ટિવિટી દ્વારા વિકાસને વધુ વેગ આપવાના અભિયાનના ભાગરૂપે, બુધવારે જમ્મુ ડિવિઝનમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આઠ નાની – મોટી ટનલ સહિત કુલ 25 હાઇવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં 257 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ પણ કરવામાં આવશે. આ વિકાસલક્ષી કાર્યોને કારણે જમ્મુ શ્રીનગર વચ્ચેનુ અંતર ઘટાડવા ઉપરાંત ખાસ કરીને ભૂસ્ખલનને કારણે થતી સમસ્યાઓથી પણ છુટકારો મેળવશે. રામબન ટનલના કારણે જમ્મુથી કાશ્મીરની મુસાફરીમાં લગભગ દોઢ કલાકનો સમય બચશે. જમ્મુથી કાશ્મીર જવા માટે હાલ લગભગ સાત કલાકનો સમય લાગે છે