Site icon Revoi.in

સ્નેપચેટ પર ટવિટ શેર કરવા માટે નહીં લેવો પડે સ્ક્રીનશોટ,ટવિટરે જાહેર કર્યું નવું અપડેટ

Social Share

જો તમારી પણ આ વાતને લઈને ફરિયાદ હતી કે, તમારે તમારા ટવિટનો સ્ક્રીનશોટ લઈને સ્નેપચેટ પર શેર કરવો પડે છે, તો તમારી આ ફરિયાદને Twitter એ હવે દૂર કરી દીધી છે. હવે તમે તમારા ટવિટને સીધી રીતે જ સ્નેપચેટ પર શેર કરી શકો છો. ખરેખર, સ્નેપચેટ અને ટવિટરે એકબીજા માટે હવે સપોર્ટ જારી કરી દીધો છે.

અત્યાર સુધી ટવિટર યુઝર્સએ પોતાના ટવિટને સ્નેપચેટ પર શેર કરવા માટે સ્ક્રીનશોટનો સહારો લેવો પડ્યો હતો, પરંતુ હવે યુઝર્સને ટવિટ શેરીંગ માટે સ્નેપચેટનો વિકલ્પ પણ મળશે, જો કે હાલમાં આ ફીચર આઇઓએસ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે.

નવા અપડેટ બાદ પણ આ શરત છે કે, તમે ફક્ત તે જ ટવિટને સ્નેપચેટ પર શેર કરી શકો છો, જે પબ્લિક છે.પ્રાઇવેટ ટવિટને સ્નેપચેટ પર શેર કરવામાં આવતું નથી.જો તમે તમારા કોઈ પણ ટવિટને સ્નેપચેટ પર શેર કરવા માંગો છો, તો ટવિટના શેર બટન પર કલીક કરીને સ્નેપચેટના આઇકન પર કલીક કરવાનું રહેશે.ત્યારબાદ તમારા ટવિટને તમે સ્નેપચેટની સ્ટોરીઝમાં પણ શેર કરી શકો છો. ટવિટરે કહ્યું છે કે ટૂંક સમયમાં આ ફીચરને ઇન્સ્ટાગ્રામ પર પણ જારી કરવામાં આવશે.

દેવાંશી-