Site icon Revoi.in

રાજ્યમાં લેવાનારી બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ – અગાઉ પણ બે વખત પરિક્ષાઓ રદ થઈ હતી

Social Share

અમદાવાદઃ- છેલ્લા ઘણા સમયી રાજ્યમાં લેવાતી સરકારી  પરિક્ષાઓ પર જાણે ચિંતાના વાદળો છવાયા છે, કેટલીક પરિક્ષાઓમાં પેપર ફૂટી રહ્યા છે તો કેટલીક પરિક્ષાઓની તારીખો નજીક આવે અને પરિક્ષાઓ રદ કરાઈ રહી છે ત્યારે ફરીથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે  આ પિરક્ષા ૧૩ ફેબ્રુઆરી એટલે કે રવિવારે લેવાવાની હતી પરંતુ હવે વહીવટી  કેટલાકકારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય જાકી કર્યો છે. ઉલ્લેખનીય. છે કે આ પહેલા બે વખત આવું થઈ ચૂક્યું છે આ પરિક્ષા ત્રીજી વખત રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પરિક્ષા આપવા માટે રાજ્યના 10 લાખથી વધુ લોકોએ અરજી કરી હતી. બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની 3 હજાર 901 જગ્યાઓ માટે પરીક્ષા યોજાવાની હતી જો કે હવે આ પરિક્ષા હાલ પુરતી રદ કરવામાં આવી છે.ત્યારે હવે ફરીથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાઈ શકે છે, કારણ કે આવું પહેલા પણ બની ચૂક્યું છે કે પરિક્ષા નજીક આવવાના થોડા દિવસો પહેલા પરિક્ષાો રદ કરાઈ હોય.

Exit mobile version