Site icon Revoi.in

ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર તરફ છોડી મિસાઈલ – જાપાનમાં ઈમરજન્સી એલર્ટ જારી, લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના

Social Share

દિલ્હીઃ ઉત્તર કોરિયા પોતાની મનમાનીને લઈને વિશ્વભરમાં જાણીતું છે તેનું આકરું વલણ વિશ્વભરમાં નિંદાને લાયક બની રહ્યું છે ત્યારે ગઈકાલે ફરી ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર તરફ મિસાઈલ છોડીને જેને લઈને જાપાનમાં ઈમરજન્સી હાઈ એલર્ટ કર્યું છે અને લોકોને ઘરમાં જ રહેવાની સુચના આપી છે.

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે કોરિયન પેનિનસુલામાં યુદ્ધનો ખતરો મંડળાઈ રહ્યો છે.  ગઈકાલે  દક્ષિણ કોરિયાના વિવાદિત વિસ્તારમાં અનેક મિસાઈલો છોડી હતી. આ પછી દક્ષિણ કોરિયાએ પણ જવાબી મિસાઈલો છોડી હતી. તેને જોતા જાપાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગ ઉનના આદેશ પર બુધવારે દક્ષિણ કોરિયાના વિવાદિત દરિયાઈ વિસ્તારમાં મિસાઈલ છોડવામાં આવ્યા બાદ કોરિયન દ્વીપકલ્પ પર તણાવ વધી ગયો છે. ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલ જાપાનની ઉપરથી પસાર થઈને પેસિફિક મહાસાગર તરફ પ્રયાણ કરતાં તણાવ વધી ગયો હતો. તેને જોતા જાપાનના વડાપ્રધાન કાર્યાલયે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે.

છે. ઉત્તર કોરિયા દ્વારા ગુરુવારે સવારે મિસાઈલ છોડવામાં આવ્યા બાદ જાપાન સરકારે આ પગલું ભર્યું છે. રહેવાસીઓને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલ છે કે આ મિસાઈલ પ્રશાંત મહાસાગરમાં ક્યાંક પડી છે.

જાપાનના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, “ઉત્તર કોરિયાએ એક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે.” જાપાન અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે જાપાની એરસ્પેસ દ્વારા બેલેસ્ટિક મિસાઈલનું ફાયરિંગ એવી રીતે કરે છે કે  જે જાપાની લોકોના જીવન અને સંપત્તિને સંભવિત રીતે અસર કરી શકે છે.જેથી અનેક લોકોને ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ છે.