Site icon Revoi.in

ઉત્તર કોરિયાએ નવી મિસાઈલ ICBMનું પરીક્ષણ કર્યું

Social Share

દિલ્હી : કોરિયન દ્વીપકલ્પમાં સતત તણાવની સ્થિતિ છે. ઉત્તર કોરિયા દ્વારા ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે તેના દ્વારા કરવામાં આવેલ હથિયારનું આ નવું પરીક્ષણ “સોલિડ ફ્યુઅલ” ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આ પરીક્ષણ પર કહ્યું કે પ્યોંગયાંગ તરફથી પરમાણુ પ્રતિશોધની દિશામાં આ એક મોટું પગલું છે.

સરકારી સમાચાર એજન્સી KCNAએ આ પરીક્ષણ વિશે જણાવ્યું કે નવી “Hwasung-18” ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું ગુરુવારે સ્ટ્રેટેજિક મિલિટરી ફોર્સના એક મહત્વપૂર્ણ સાધન તરીકે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

KCNA અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું કે આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલનો વિકાસ “આપણી વ્યૂહાત્મક તૈયારીઓને પુનઃસંગઠિત કરશે અને પરમાણુ હુમલા માટે અમારી જવાબી તૈયારીઓને મજબૂત બનાવશે.”

દક્ષિણ કોરિયાની સૈન્યએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પ્યોંગયાંગ વિસ્તારમાંથી સવારે 7:23 (1023 GMT) પર છોડવામાં આવેલી “મધ્યવર્તી-રેન્જ અથવા લાંબા અંતરની” બેલિસ્ટિક મિસાઇલ શોધી કાઢી હતી. લોન્ચિંગ દરમિયાન, આ મિસાઈલે લગભગ 1,000 કિમી (620 માઈલ)નું અંતર કાપ્યું હતું.