Site icon Revoi.in

દુનિયાના આ દેશમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ, રસીકરણમાં પણ અગ્રણી

Social Share

મુંબઈઃ પશ્ચિમી પ્રશાંત મહાસાગર સ્થિત લગભગ 18 હજારની વસ્તી ધરાવતા પલાઉ રિપલ્બિકમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે, રસીકરણ કરનારા દેશોમાં પલાઉ રિપબ્લિકનો સમાવેશ થાય છે.

પલાઉ રિપલ્બિકમાં ગત રવિવારથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે હેલ્થકેર વર્કર્સ અને અન્ય લોકોને પ્રથમ તબક્કામાં રસીકરણની જાહેરાત કરી હતી. જેમને કોરોનાના સંક્રમણનું સૌથી વધારે જોખમ છે. આગામી મે મહિના સુધીમાં કોરોનાનું રસીકરણ પૂર્ણ કરવામાં આવે તેવી શકયતા છે.

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કેસ ફેલાવવાની શરૂઆત થતાની સાથે જ પલાઉમાં સરકાર જાન્યુઆરીમાં હરકતમાં આવી હતી. તેમજ સરહદ ઉપર નિયત્રણ મુકવાનું શરૂ કરી દીધું હતું. માર્ચ સુધીમાં દેશની તમામ સીમાઓ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ દેશમાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિલા સુધી તમામ લોકો નેગેટિવ મળી આવ્યાં હતા. ભારત સહિતના દેશોએ તેને ટેસ્ટીંગ માટે કિટ મોકલાવી હતી.