Site icon Revoi.in

બોલીવુડમાં કામ કરવાની જરાય ઈચ્છા નહીં હોવાનું આ પૂર્વ ભારતીય ક્રિકેટરે જણાવ્યું

Social Share

દિલ્હીઃ બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. શર્મિલા ટાકોર અને અનુષ્કા શર્મા સહિતની કેટલીક અભિનેત્રીઓ ક્રેકટરો સાથે લગ્ન કર્યાં છે. જ્યારે કેટલાક ક્રિકેટરોએ નિવૃત્તિ બાદ બોલીવુડમાં નવી ઈનિગ્સની શરૂઆત કરી હતી. દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની આગામી દિવસોમાં ફિલ્મોમાં જોવા મળે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, આ તમામ અટકળો ઉપર ધોનીએ પૂર્ણ વિરામ મુકતા કહ્યું હતું કે, હું ક્રિકેટ સાથે જોડાયેલો રહીશ. માત્ર કોમર્શિયલ જાહેરાત કરીશ. બાકી ફિલ્મોનું કામ કલાકારો પાસે જ રહેવા દો.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્પન ધોનીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલ તેઓ આઈપીએલની ચેન્નાઈ સાથે જોડાયેલા છે. બીજી તરફ તેઓ ફિલ્મક્ષેત્રમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન ખાન અને હરભજનસિંહ ફિલ્મલાઈનમાં જોડાયા છે. એટલું જ નહીં ધોની ઉપર બનેલી ફિલ્મમાં સુશાંતસિંહ રાજપુતે અભિનિય કર્યો હતો. દરમિયાન ધોની આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં જોડાય તેવી શકયતા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ધોનીએ જણાવ્યું હતું કે, બોલીવુડમાં ખરેખર મારું કામ નથી. જ્યાં સુધી કમર્શિયલનો સવાલ છે, હું તે કરવામાં ખૂબ ખુશ છું. જ્યારે ફિલ્મોની વાત આવે છે, ત્યારે મને લાગે છે કે, તે ખૂબ જ અઘરો વ્યવસાય છે અને તેને સંભાળવો ખૂબ જ મુશ્કેલ છે. હું તેને ફિલ્મ સ્ટાર્સ પર છોડી દઈશ, કારણ કે તેઓ તેમાં ખરેખર સારા છે. હું ક્રિકેટ સાથે જોડાઈશ. હું માત્ર જાહેરાતો દ્વારા અભિનયની નજીક આવી શકું છું, પરંતુ તેનાથી વધુ નહીં.

Exit mobile version