Site icon Revoi.in

હવે વિશ્વના 18 દેશો બાદ બાંગલાદેશ પણ ભારત સાથે રુપિયામાં કરશે વ્યવહાર

Social Share
દિલ્હીઃ- પ્પરધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના સંબંધોને વધુને વધુ મજબૂત બનતા જઈ રહ્યા છએ એટલું જ નહી પીએમ મોદીના અથાગ પ્રયત્નો અને મહેનત થકી વિશ્વભરના કેટલાક દેશો વેપારમાં હવે રુપિયાથી વ્યવાહર પણ કરતા થયા છે ત્યારે હવે આ લીસ્ટમાં બાંગલાદેશ પણ સામેલ થવા જઈ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનો બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત અને બાંગ્લાદેશે રૂપિયામાં દ્વિપક્ષી વેપાર કરવાની જાહેરાત કરી છે. વિતેલા દિવસે બાંગલાદેશની રાજધાની  ઢાકામાં બાંગ્લાદેશ બેંક અને ભારતીય હાઈકમિશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમમાં તેની વિધિવત જાહેરાત કરવામાં આવી છે.
આ સહીત ઢાકામાં ભારતીય હાઈકમિશનર પ્રણય વર્માએ જણાવ્યું કે, આજથી ભારત અને બાંગ્લાદેશ અમેરિકી ડોલરના બદલે ભારતીય રૂપિયામાં વેપાર કરશે વધપુમાં એમ પણ કહ્યું કે  ભારતીય રૂપિયા દ્વારા વેપાર પતાવટ ફક્ત બાંગ્લાદેશથી થતી નિકાસ પર જ લાગુ થશે, જ્યારે ભારતમાંથી આયાતના વ્યવહાર ડોલરમાં કરાશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘણા દેશઓએ ભારત સાથે રુપિયામાં વ્યવહાર કરવાની જાહેરાત કરી છે.
બીજી તરફ બાંગ્લાદેશની મધ્યસ્થ બેંકના ગવર્નર જનરલ અબ્દુર રૌફ તાલુકદારે જણાવ્યું કે, બાંગ્લાદેશ દ્વારા ભારત સાથેનો વેપાર અને વ્યવહાર તેની ઈસ્ટર્ન બેંક અને સોનાલી બેંક લિમિટેડ દ્વારા કરવામાં આવશે, જ્યારે ભારત દ્વારા નાણા વ્યવહાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ICICI બેંક દ્વારા કરવામાં આવશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જર્મની, રશિયા, સિંગાપોર, શ્રીલંકા, બ્રિટન, મ્યાનમાર, ઓમાન અને અન્ય સહિત 18 દેશોની બેંકોને રૂપિયામાં વેપાર કરવા મંજૂરી આપી છે અને હવે રૂપિયામાં વેપાર કરનાર બાંગ્લાદેશ 19મો દેશ બન્યો છે.આ પહેલા 18 દેશઓએ આ તરફ પગલુ ભર્યું છે.