Site icon Revoi.in

હવે ભારત અને મ્યાનમાર વચ્ચે પણ રૂપિયામાં વિદેશી વેપાર મામલે મહિનાના અંત માં થઈ શકે છે સમજૂતી

Social Share

દિલ્હીઃ- ભારતનો રુપિયો મજબૂત બનતો જઈ રહ્યો છે,પીએમ મોદીના સતત પ્રયત્ન બાદ વિદેશ સાથેના વ્યવહારો પણ હવે રુપિયામાં થતા થઈ ચૂક્યા છે ત્યારે વધુ એક દેશ ભારત સાથે રુપિયામાં વેપાર વ્યવહાર કરવાની તૈયારીમાં છે આ બાબતે મ્યાનમાર સાથે ભારત મહિનાના અંતમાં સમજૂતિ થઈ શકે તેવી સંભાવનાઓ છે.

રૂપિયા-ક્યાતમાં વેપાર કરવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે વિશેષ કરાર થવાનો છે. આમાં, મ્યાનમાર ભારતમાં તેની તમામ નિકાસ માટે રૂપિયાની ચુકવણી સ્વીકારશે અને તે રૂપિયાના અનામતનો ઉપયોગ અહીંથી આયાત કરવા માટે કરશે.ઉલ્લેખનીય છે કે મ્યાનમારના કુલ વિદેશી વેપારમાં ભારતનો હિસ્સો પાંચ ટકા છે.

રૂપિયો- ક્યાટ વેપાર વ્યવસ્થા ભારત મ્યાનમારના મુખ્ય વેપારી ભાગીદારોમાંનું એક છે. મ્યાનમારના વાણિજ્ય પ્રધાન યુ આંગ નાઈંગ ઓનું આ મામલે કહેવું છે કે જો આ સમજૂતી થઈ જશે તો બંને દેશો વચ્ચેનો વેપાર બમણો થઈ શકે છે .જેનો બન્ને દેશઓને પણ ફાયદો છે.વાણિજ્ય પ્રધાને આ અટવાડિયાના શરુઆતમાં આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચેના રૂપિયા-ક્યાત વેપાર કરારને જૂનના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

આ બબાતે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતુ કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે આ સમજૂતી પૂર્ણ થયા બાદ ભારત-મ્યાનમાર વચ્ચેનો વેપાર બમણો થઈ જશે.  ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે મ્યાનમાર પાસે આયાત કરવા માટે પૂરતું વિદેશી મુદ્રા ભંડાર નથી. ત્યારે હવે આ મહિનના અંતમાં રુપિયાથી વેપાર મામલે કરાક થઈ શકે છે.

જાણકારી અનુસાર આરબીઆઈએ મ્યાનમાર સાથે રૂપિયામાં વિદેશી વેપારની સુવિધા માટે પંજાબ નેશનલ બેંક ની નિમણૂક કરી છે. જ્યાં સ્પેશિયલ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવામાં આવશે. PNBએ આ માટે મ્યાનમારની બે બેંકોનો સંપર્ક પણ કર્યો હોવાની માહીત છે.

 

Exit mobile version