Site icon Revoi.in

હવે ડાન્સ સ્ટેજ પર જોવા મળશે ‘અંગુરી ભાભી’ નો જલવો,બિગ બોસ પછી અહીં જોવા મળશે શિલ્પા શિંદે

Social Share

મુંબઈ :સેલિબ્રિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. ક્યારેક તેના જજ વિશે તો ક્યારેક શોમાં ભાગ લેનારા સ્પર્ધકો વિશે.5 વર્ષ બાદ ફરી એકવાર ડાન્સ રિયાલિટી શો ફરીવાર દસ્તક આપવા જઈ રહ્યો છે.શોની 10મી સીઝનને લઈને ચાહકોમાં ભારે હોબાળો છે.આ શોમાં સામેલ થનારા સ્ટાર્સના નામ પર પણ મહોર મારવાનું શરૂ થઈ ગયું છે.

શોની 10મી સીઝનમાં અનુપમા ફેમ કલાકાર પારસ કલનાવત અને નિયા શર્માથી લઈને નીતિ ટેલર સુધીમાં જોવા મળશે. આ દરમિયાન જો લેટેસ્ટ અપડેટનું માનીએ તો, ડાંસના મંચ પર ‘અંગૂરી ભાભી’ પણ પોતાનો જલવો બતાવવા માટે આવી રહી છે.’ભાબીજી ઘર પર હૈ’ ફેમ અભિનેત્રી શિલ્પા શિંદે પણ આ શોમાં સ્પર્ધક તરીકે જોડાવા જઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ‘બિગ બોસ 11’ની વિજેતા અને આપની ફેવરિટ અંગુરી ભાભી હવે તેની ડાન્સિંગ સ્કિલ બતાવતી જોવા મળશે.સહી પકડે હે કહીને સોને  હસાવનારી શિલ્પા શિંદે હવે બાકીના સ્પર્ધકોને સ્પર્ધા આપતી જોવા મળશે.શિલ્પા લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. બિગ બોસના શોમાંથી અભિનેત્રીને ઘણો પ્રેમ મળ્યો.

શિલ્પા શિંદેના ફેન્સ લાંબા સમયથી તેના વાપસીની રાહ જોઈ રહ્યા હતા.જોકે કોઈએ વિચાર્યું ન હતું કે,તે ડાન્સ સો દ્વારા પુનરાગમન કરશે.પરંતુ આ સમાચાર અભિનેત્રીના ચાહકો માટે સારા સમાચારથી ઓછા નથી.શિલ્પા ઘણા સમયથી નાના પડદા પર જોવા મળી નથી.છેલ્લી વખત તે વેબ સિરીઝમાં કામ કરતી જોવા મળી હતી જેને દર્શકો તરફથી બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો.