Site icon Revoi.in

હવે લાલ મરુન અને પિકંની જગ્યાએ બ્રાઈડલના ફેવરીટ બન્યા ગોલ્ડન લહેંગા

Social Share

સામાન્ય રીતે દુલ્હનને લાલ રંગના વસ્ત્રો પહેરાવામાં આવે છે જો કે સમય બદલતાની સાથે સાથે બ્રાઈડલ લહેંગામાં પીંક મરુન જેવા કલરો પણ ફેમસ થી રહ્યા છએ જો કે બોલિવૂડની થીમ પર નજર કરીએ તો હવે દુલ્હન ગોલ્ડન રંગના લહેંગા પહેરી જોવા મળે છે આ ટ્રેન્ડ હવે સામાન્ય લોકો સુઘી પોહચ્યો છે મોટાભાગની યુવતીઓ પોતાના લ્ગનમાં ગોલ્ડન રંગના પરિઘાનની હવે પસંદગી કરી રહી છે.

એક સમય હતો જ્યારે લગ્ન માટે માત્ર લાલ રંગ જ પસંદ કરવામાં આવતો હતો, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજના સમયમાં ગોલ્ડન કલરના લહેંગા વર-વધૂની પહેલી પસંદ બની રહ્યા છે. ગોલ્ડન લેહેંગા કે જે આજકાલ ટ્રેન્ડમાં છે.

ગોલ્ડન રંગના લહેંગા તમને આકર્ષક અને શાનદાર લૂક આપે છે સાથે જ રાજા રજવાડાઓના લૂકની પ્રતિતી કરાવે છે.ગોલ્ડન રંગથી તમારો નિખાર ખીલી ઉઠે છે તો સાથે જ ગોલ્ડન લહેંગામાં ગોલ્ડન ઓરનામેન્ટ્સ તમામા બ્રાઈડલ લૂક પર ચાર ચાંદ લગાવે છે.

અંકિતા લોંખેડે એ પારંપરિક લાલ લહેંગા છોડીને ગોલ્ડન કલરનો હેવી વર્ક લેહેંગા પસંદ કર્યો હતો. આ લહેંગામાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે અંકિતાએ ખૂબ જ હેવી જ્વેલરી કેરી કરી હતી અને અભિનેત્રીએ તેના લહેંગા સાથે મેચિંગ કલરની બંગડીઓ અને ઈયરિંગ્સ અજમાવી હતી. હવે આ લૂક સામાન્ય યુવતીઓ પણ અપનાવી રહી છે

મૌની રોયે એ  પણ તેની સંગીત સેરેમનીમાં ખૂબ જ સુંદર ગોલ્ડન રંગનો લહેંગા પહેર્યો હતો. મૌનીના આ લહેંગામાં હેવી ગોલ્ડન ઝરી થ્રેડ વર્ક હતું. આ સાથે, ફુલ સ્લીવ બ્લાઉઝ અને પ્લંગિંગ સ્વીટહાર્ટ નેકલાઇન તેના દેખાવને વધુ ખાસ બનાવી રહી છે. અંબાણી પરિવારની ઈશા અંબાણીએ તેના રિસેપ્શનમાં વિશ્વ વિખ્યાત ડિઝાઈનર ‘વેલેન્ટિનો’નો સુંદર ગોલ્ડન લહેંગા પહેર્યો હતો. ઈશાના લહેંગામાં જટિલ એમ્બ્રોઈડરી વર્ક હતી. ઈશાએ તેના સુંદર લહેંગાને ડાયમંડ જ્વેલરી સાથે સ્ટાઈલ કર્યો હતો.

Exit mobile version