Site icon Revoi.in

હવે જામિયા મિલિયા ઈસ્લામિયામાં પણ મેડિકલનો અભ્યાસ થશે –  કેન્દ્ર સરકારે આપી મેડિકલ કોલેજને મંજૂરી

Social Share

દિલ્હીઃ- જામિયા મિલિયા ઈસ્લામિયામાં જે  વિદ્યાર્થીઓ ડોક્ટરનો અભ્યાસ કરવા માંગે છે તેણે કોઈ બીજી કોલેજમાં જવાની જરુર પડેશે નહી કારણ કે  હવે અહી મેડિકલનો અભ્યાસ પણ વિદ્યાર્થીઓ કરી શકશે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે  કેન્દ્ર સરકારે જામિયામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે. યુનિવર્સિટીના શતાબ્દી દીક્ષાંત સમારોહમાં વાઇસ ચાન્સેલર નજમા અખ્તરે આ જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે  જામિયા યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી મેડિકલ કોલેજની માંગ કરી રહી હતી. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીએ રવિવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તેના શતાબ્દી વર્ષનો દીક્ષાંત સમારોહ ઉજવ્યો. આ પ્રસંગે વાઇસ ચાન્સેલરે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આભાર વ્યક્ત કર્યો હતો. 

તેમણે એમ પણ કહ્યું તે “અમારી પાસે ડેન્ટલ, ફિઝિયોથેરાપી, પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્રો છે, પરંતુ જામિયા પાસે મેડિકલ કોલેજ નથી. વીસી તરીકે, મેં હંમેશા મારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વતી મેડિકલ કોલેજ માટે વિનંતી કરી છે. અમે આ માટે ભારત સરકારને વિનંતી કરી હતી ત્યારે હવે કેન્દ્ર દ્રારા કોલેજ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.