Site icon Revoi.in

હવે ‘ઢોકળા ખાંડવી આઈસ્ક્રીમ રોલ’ની રેસિપીનો વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે, કહ્યું- નરકમાં પણ જગ્યા નહીં મળે

Social Share

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશન વાળી રેસિપીની રેલમ છેલમ થઇ રહી છે. કેટલાક કુલહાડમાં મોમોઝ તૈયાર કરીને સર્વ કરી રહ્યા છે, જ્યારે કેટલાક ગોલગપ્પા સાથે આઈસ્ક્રીમ રોલ તૈયાર કરી રહ્યાં છે.આ રેસીપી વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આઘાતમાં છે. ત્યાં હવે ઢોકળા ખાંડવી આઈસ્ક્રીમ રોલની રેસીપીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમારું લોહી ઉકળી જશે.કારણ કે, એક સમય હતો જ્યારે લોકો ફાલુદા કે રબડી સાથે આઈસ્ક્રીમ ખાતા હતા.પરંતુ એક આઈસ્ક્રીમ ભાઈ ઢોકળા અને ખાંડવી સાથે આઈસ્ક્રીમના રોલ તૈયાર કરીને લોકોને પીરસી રહ્યા છે.આ વીડિયો જોયા બાદ આઈસ્ક્રીમ પ્રેમીઓ ગુસ્સે થઈ ગયા છે.

અત્યાર સુધી તમે અનેક પ્રકારના આઈસ્ક્રીમ ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય ઢોકળા અને ખાંડવીમાંથી બનેલો આઈસ્ક્રીમ ખાધો છે? હવે તમે વિચારતા જ હશો કે આ શું મજાક છે. ઢોકળા ખાંડવી આઈસ્ક્રીમ? જી હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. જો તમને હજુ પણ અમારી વાત પર વિશ્વાસ નથી આવતો તો જરા વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ લો.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

આઇસક્રીમની આ અસામાન્ય રેસીપી ધરાવતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો જોયા બાદ યુઝર્સ પોતાનો પ્રતિભાવ પણ નોંધાવી રહ્યા છે. એકે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ભાઈ, આ દિવસોમાં લોકો કંઈ પણ કરી રહ્યા છે.’તો, અન્ય એક યુઝરે કહ્યું, ‘મારા ફેવરિટ ફૂડના આ વેન્ડરે વાટ લગાવી દીધી છે. તેને નરકમાં જગ્યા પણ નહીં મળે.’આ વીડિયો જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા છે.