Site icon Revoi.in

હવે હોસ્ટેલ અને પીજીમાં રહેનારા લોકોએ ચૂકવવા પડશે જીએસટી, જાણો કેટલા ટકા જીએસટી ચાર્જ વસુલાશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી વધતી જઈ રહી છે ત્યારે એક તરફ લોકો ટામેટાના ભાવ વધવાના દુખમાંથી બહાર નથી આવ્યા ત્યા તો મરી-મસાલાના ભાવ આસમાને પહોચ્યા છે તો હવે જે વિદ્યાર્થીઓ કે કામ અર્થે અન્ય શહેરમાં પેઈન્ગ ગેસ્ટ કે પછી હોસ્ટેલમાં રહેતા હશે તેમના પર મોંધવારીનો માર પડવા જઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  પીજી અને હોસ્ટેલના ભાડા પર જીએસટી વસુલવાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે હોસ્ટેલ અથવા પીજીમાં રહો છો તો તમારા માટે  આ ખરાબ સમાચાર છે. હવે પીજી અને હોસ્ટેલના ભાડા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે.

ઓથોરિટી ફોર એડવાન્સ રુલીંગ્સએ બે અલગ-અલગ કેસની સુનાવણી કરતી વખતે હોસ્ટેલ અને પીજીના ભાડા પર 12 ટકા GST લાદવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં આ જગ્યાઓ પર રહેતા લોકોએ હવે વધુ પૈસા ચૂકવવા પડશે.