Site icon Revoi.in

હવે અંતરિક્ષની યાત્રા બનશે શક્ય – ખર્ચ કરવા પડશે આટલા કરોડ રુપિયા જાણો શું છે ઈસરોનો પ્લાન

Social Share

જો વિશ્વભરમાં સ્પેસ ક્ષેત્રની વાત કરવામાં આવે તો અમિરીકા તથા ચટીન ખૂબ જ ઝડપી વિકાસ કરતા દેશઓ છે જો કે ભારત પણ હવે આ દેશો સાથે કદમથી કદમ મીલાવીને ચાલી રહ્યો છએ દરેક ક્ષેત્રમાં ભારત વિદેશને ચક્કર આપતો દેશ બની રહ્યો છે તેજ શ્રેણીમાં હવે ભારત પણ પોતાના નાગરિકોને અંતરિક્ષની યાત્રા કરાવવાની તૈયારી કરી રહ્યો છે.

 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોના  વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં અવકાશ યાત્રા કરી શકાશે જેના માટે પ્રતિ વ્યક્તિ 6 કરોડ રૂપિયા ખર્ચ થશે જો અતરિક્ષની યાત્રાની વાત કરીએ તો આ યાત્રા માટે પ્રત્યેક ટિકિટની કિંમત લગભગ 6 કરોડ થવાની સંભાવના છે. ભારતના પોતાના અંતરિક્ષ પ્રવાસન મોડ્યુલ માટે કામ ચાલી રહ્યું છે જે સુરક્ષિત છે. જેથી હવે આ મુસાફરી કરનારા લોકો પોતાને અવકાશયાત્રી કહી શકશે.

સ્પેસ ટુરિઝમ સબ-ઓર્બિટલ હશે કે ઓર્બિટલ તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે આ પ્રકારની ટ્રિપ્સમાં, યાત્રીઓની ર લગભગ 15 મિનિટ વિતાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી, અણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ઈસરોએ ભારતના સબ-ઓર્બિટલ સ્પેસ ટુરિઝમ માટે સંભવિતતા અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે.ત્યારે ટૂંક સમયમાં ભારતના નાગરિકો પણ અંતરિક્ષની શેર કરી શકશે.