Site icon Revoi.in

હવે રશિયાએ લિંગ પરિવર્તન કરવા પર મૂક્યો પ્રતિબંધ, રાષ્ટ્રપતિ પુતિને આ બાબતના નવા કાયદાને આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ- વિશઅવના કેટલાક દેશઓ લિંગ પરિવર્તનને કાયદાકિય અપરાધમાં ગણે છે તો કેટલાક દેશઓમાં આમ કરવું કોઈ ગુનો બનતો નથી ત્યારે હવે જો રશિયાની વાત કરીએ તો અહી રાષ્ટ્રપતિ પુતિને લિંગ પરિવર્ન કરવાવાવ પર હવે પ્રતિબંધ જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્દિલામીર પુતિને લિંગ પરિવર્તન ન કરાવા બાબતના નવા કાયદા પર હસ્તાક્ષર કરીને આ કાયદાને મંજુરી આપી છે  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં સેક્સ રિ-અસાઇનમેન્ટ સર્જરી પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. રશિયન સમાચાર એજન્સી તાસ એ  આ અઁગે માહિતી આપી.

જાણકારી પ્રમાણે આ નવો કાયદો નવો કાયદો, જે રશિયન નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે, તબીબી સારવાર અને લિંગ પરિવર્તનના હેતુ માટે દવાઓના ઉપયોગને ગેરકાયદેસર ઠેરવે છે. જો કે, આ પ્રતિબંધ બાળ વિકાસ અને જન્મજાત ખામીઓ તેમજ લૈંગિક ભેદભાવ સાથે સંકળાયેલ આનુવંશિક અને અન્ય સમસ્યાઓ માટે ઉપયોગમાં લેવાતી તબીબી પ્રક્રિયાઓને લાગુ પડશે નહીં.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કાયદો સોમવારે સત્તાવાર પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ કાયદો જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ અમલમાં આવ્યો છે. નવો કાયદો અમલમાં આવતા પહેલા જે લોકોએ લિંગ બદલ્યું છે તેઓને તેનાથી કોઈ અસર થશે નહીં.જો કે હવે પછી જો કોઈ આમ કરે છે તો તે કાયદાનો ભંગ ગણાશે.

 ઉલ્લેખનીય છે કે  રશિયામાં, લગ્નમાં ભાગીદાર દ્વારા લિંગ પરિવર્તનને કાયદેસર રીતે છૂટાછેડા માટેનું કારણ માનવામાં આવે છે. આ સિવાય જે માતા-પિતાએ લિંગ પરિવર્તન કરાવ્યું હોય તેઓ બાળકની સંભાળ રાખી શકતા નથી. નવા કાયદાનો ઉદ્દેશ્ય રશિયન સમાજના બંધારણીય નૈતિક સિદ્ધાંતો અને કૌટુંબિક મૂલ્યોનું જાળવણી તેમજ લોકોના સ્વાસ્થ્ય, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે.

Exit mobile version