Site icon Revoi.in

હવે પીએફ ખાતામાં થયો આ બદલાવ, જાણો તમને કેટલો છે ફાયદો

Social Share

મુંબઈ :દિવાળીના એક દિવસ પહેલા જ નોકરી કરતા કર્મચારી માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેટલા લોકોના પીએફ ખાતા છે તે લોકોએ આ વાતને જાણી લેવી જોઈએ. છ કરોડથી વધુ લાભાર્થીઓને જલ્દી જ એમના પીએફ ખાતામાં 8.5% વ્યાજ મળશે. નાણાં મંત્રાલયે હાલમાં જ 2020-21 માટે પ્રોવિડંડ ફંડ પર 8.5% વ્યાજ દરને મંજૂરી આપી છે.

આ મહિનાની શરૂઆતમાં, શ્રમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ નાણા મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા અને તેમને વ્યાજદરમાં વધારો કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું હતું. પાછલા નાણાકીય વર્ષમાં EPFOની અંદાજિત આવક આશરે રૂ. 70,300 કરોડ હતી, જેમાં તેના ઇક્વિટી રોકાણનો એક ભાગ વેચવાથી આશરે રૂ. 4,000 કરોડ અને દેવુંમાંથી રૂ. 65,000 કરોડનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે શ્રમ મંત્રીની આગેવાની હેઠળના EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આ વર્ષે માર્ચમાં 2020-21 માટે ગયા વર્ષની જેમ 8.5%ના સમાન વ્યાજ દરને મંજૂરી આપી હતી. જોકે, આ પ્રસ્તાવિત દર પર શ્રમ મંત્રાલયે ફરજિયાતપણે નાણા મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડશે. શુક્રવારે મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ હવે EPFO ગ્રાહકોને દિવાળી પહેલા વ્યાજ મળવાની શક્યતા છે.

PF ના પૈસા ચેક કરવા માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં તમારું UAN, PAN અને આધાર લિંક હોવું પણ જરૂરી છે.