Site icon Revoi.in

હવે માઈક્રોસોફ્ટ કંપનીના કર્મચારીઓએ પોતાની નોકરીમાંથી ઘોવા પડશે હાથ – આજે 11,000 કર્મચારીઓની કંપની દ્રારા છટણી કરાશે

Social Share

દિલ્હીઃ- દેશભરની ઘણી કંપનીઓ પોતાના કર્મીઓને નોકરીમાંથી કાઢી રહી છે, ત્યારે હવે આ લીસ્ટમાં વધુ એક કંપની સામેલ થી છે, જાણકારી પ્રમાણે ઓજરોજ માઈક્રોસોફ્ટ કંપની પોતાની કંપનીમાં કાર્ય કરતા 11 હજાર જેટલા લોકોની છટણી કરવા જઈ રહી છે.

માઈક્રોસોફ્ટમાં કુલ 2 લાખ 21 હજાર ફુલ ટાઈમ કર્મચારીઓ છે અને તેમાંથી 1 લાખ 22 હજાર કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. 30 જૂન 2022 ના ફાઇલિંગ અનુસાર, કંપની પાસે 99 હજાર કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામમાં રોકાયેલા છે.

આ વિશ્વની નામાંકિત મોટી ટેક કંપનીઓમાંની એક છે કર્મચારીઓ માટે આ ચિંતાનો વિષય છે અને તેમની નોકરી જોખમમાં છે.  માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓને આજે છટણી કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે વૈશ્વિક ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ તેના હજારો કર્મચારીઓને  કાઢી મૂકવાની તૈયારીમાં છે.

સ્કાય ન્યૂઝને ટાંકીને ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. રોઇટર્સ અનુસાર, માઇક્રોસોફ્ટ તેના પાંચ ટકા કર્મચારીઓ અથવા 11,000 કર્મચારીઓને કાઢી મૂકશે.વધુ વિગત અનુસાર માઇક્રોસોફ્ટમાં છટણી માનવ સંસાધન અને એન્જિનિયરિંગ વિભાગોમાં થશે. કંપનીની આ જાહેરાત હજારો કર્મચારીઓને અસર કરી શકે છે.

કંપની દ્રારા કરવામાં આવી રહેલી છટણી યુએસ ટેક્નોલોજી સેક્ટરમાં નવીનતમ હશે.આ અગાઉ એમેઝોન અને મેટા સહિતની ઘણી ટેક કંપનીઓએ માંગ ધીમી અને બગડતા વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણના જવાબમાં કામ છોડ્યું છે.ઘણી કંપનીઓએ પોતાના કર્મીઓને બહારનો રસ્તો દેખાડ્યો હતો.