Site icon Revoi.in

હવે કેન્દ્ર જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરવા આપશે સહાય  –  76 સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય આપવાની મંત્રી હરદીપ સિંહ પુરીની જાહેરાત

Social Share

દિલ્હીઃ-  કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે શુક્રવારે કહ્યું કે તેણે વોટર મેનેજમેન્ટ ચેલેન્જના ભાગરૂપે 76 સ્ટાર્ટઅપ્સની પસંદગી કરી છે. દરેક પસંદ કરેલ સ્ટાર્ટઅપને પાણી પુરવઠા, વપરાયેલ પાણી વ્યવસ્થાપન અને જળાશયોના કાયાકલ્પના ક્ષેત્રોમાં કામ કરવા માટે 20 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. 

આ સાથે જ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ઇન્ડિયા વોટર પિચ-પાયલોટ-સ્કેલ સ્ટાર્ટઅપ ચેલેન્જ’ માર્ચ 2022માં અટલ મિશન ફોર રિન્યુઅલ એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (2.0) હેઠળ શરૂ કરવામાં આવી હતી અને આ માટે સ્ટાર્ટઅપ્સની પસંદગી કરી છે.

મંત્રી દ્રારા જારી કરાયેલા આ નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘સ્ટાર્ટઅપ ગેટવે’ પણ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં સ્ટાર્ટઅપ્સ અરજી સબમિટ કરી શકે છે અને મંત્રાલય તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પસંદ કરશે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સને પાણી પુરવઠા, વપરાયેલ પાણી વ્યવસ્થાપન અને જળાશયોના પુનર્જીવન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન વગેરે ક્ષેત્રોમાં કામ કરવા માટે આ હાયની ઘોષણા કરવામાં આવી છે.