Site icon Revoi.in

હવે ભારત સરકાર 12 હજારથી ઓછી કિંમત વાળા ચાઈનિઝ મોબાઈલના વેચાણ પર મૂકી શકે છે પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- ભારતે ચીન લદ્દાખ વચ્ચેના તણાવ બાદ અનેક ચાઈનિઝ એપ ભારતમાં બેન કરી હતી ત્યારે બાદ તાજેતરમાં અનેક ચાઈનિઝ મોબાઈક કંપનીઓ પર ભારત એજન્સીઓ તરફથી દરોડા પણ પાડવામાં આવ્યા હતા,ટેક્સ ચોરીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલમાં તો ઇડી દ્વારા મની લૉન્ડ્રીના કેસમાં વિવોના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે ભારત સરકાર અમુક કિમંતોના ચાઈનિઝ મોબાઈલના વેચાણ પર પ્રતિબંધ મૂકાવી તૈયારીમાં જોવા મળી રહી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે બ્લૂમબર્ગના એક અહેવાલની જો વાત માનવામાં આવે તો ભારત ચીનના સ્માર્ટફોન  એવા કે જેની કિમંતો 12 હજારથી ઓછી હશે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકે છે, જેથી ભારતના સ્થાનિક ઉદ્યોગોને વેગ મળે, જો ભારત સરાકર આ નિર્ણય લેશે તો ઝિઓમીની મોટો ઝટકો લાગી શકે છે.હાલ ભારકતમાં આ કંપનીના મોબાઈલનું ઘૂમ વેચાણ છે.

ભારત મેક ઈન ઈન્ડીયા હેઠળ ઘણા ઘરેલું ઉદ્યોગોને આગળ લાવવાના પ્રયત્નમાં છે જેમાં મોબાઈલની વાત કરવામાં આવે તો લાવના, માઈક્રોમેક્સ કંપની પર હવે સરકારનું ધ્યાન છે જેથી આ કંપનીના ઇદ્યોગને વેગ મળે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે છે.

જો ભારત સરકારક આ નિર્ણય લે છે તો ઝિઓમી, ઓપો, રિયલમી જેવી કપંનીઓને મોટૂ નુકશાન વેઠવાનો વારો આવી શકે છે કારણ કે આ કપંનીના ફોનના ઘણા બધા યૂઝર્સ ભારતમાં છે.ભારતમાં આ તમામ કંપનીના 15 હજાર રૂપિયા સુધીના મોબાઈલ વધુ વેચાઈ રહ્યા છે.

રિપોર્કેટ મુજબ  12,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં કુલ મોબાઈલ વેચાણના ત્રીજા ભાગનું વેચાણ છે અને આ આંકડો જૂન 2022 ક્વાર્ટરનો છે. તેમાં ચીની સ્માર્ટફોન બ્રાન્ડના કુલ 80 ટકા જેટલા ફોન ભારતમાં વહેંચાયા છે.ચાઈનાના આ પ્રકારના ફોન પર પ્રતિબંધ લગાવીને સરકાર ભારતીય સ્માર્ટફોન મેકર્સને મદદ કરીને આગળ લાવવા ઈચ્છે છે જેથી આત્મ નિર્ભર ભઆરતને વેગ અને પ્રોત્સાહન મળશે તે વાતતો ચોક્કસ.