Site icon Revoi.in

હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 25 ટકા વધારાની બેઠકો માટે UGCનો આદેશ

Social Share

 

દિલ્હીઃ-  વિદેશના વિદ્યાર્થીઓ જે ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા માંગે છે તે લોકો માટે હવે યુજીસીએ નવો નિયમ જારી કર્યો છે આ માટે વિદેશના વિદ્યાર્થીઓને લાભ થશે,  ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના આંતરરાષ્ટ્રીયકરણ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ના પ્રયાસો ફળશે તો આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ દેશની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા જોવા મળશે.

જાણકારી અનુસાર યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના અંડર ગ્રેજ્યુએટ (યુજી) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) અભ્યાસક્રમોમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ માટે હવે 25 ટકા વધારાની બેઠકો બનાવવાની મંજૂરી આપવામાં આવશે અને આ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહીં.

આ બાબતને લઈને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ આ માહિતી આપી છે. યુજીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે આયોજિત ‘ભારતમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સના આંતરરાષ્ટ્રીયકરણ’ પર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સાથે વિદેશી વિદ્યાર્થીઓ માટે તેમની સંસ્થાઓમાં વિશેષ સેલ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ સીધો સંપર્ક કરી શકે છે અને વિઝા, ફી વગેરે સહિતની પ્રવેશ પ્રક્રિયાને લગતી માહિતી મેળવી શકે છે.

આ સાથે જ વધારાની બેઠકો કુલ મંજૂર સંખ્યા કરતાં વધુ બનાવવામાં આવશે અને આ બેઠકો સંબંધિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી અને અન્ય જરૂરિયાતો અને ચોક્કસ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.

નવી નેશનલ એજ્યુકેશન પોલિસી બહાર આવ્યા પછી જ GCએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ સલાહ આપી હતી, જેમાં તેની ખાસ ભલામણ કરવામાં આવી છે. હાલમાં, યુજીસીએ દેશની તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓને પત્ર લખીને આ સત્રથી એટલે કે શૈક્ષણિક સત્ર 2023-24થી આ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.