Site icon Revoi.in

હવે વ્હોટ્એપ પર વીડિયો કોલિંગ બન્યુ વધુ શાનદાર, આવ્યું આ નવું ફિટર જાણીલો શું છે તેનો ઉપયોગ

Social Share

દિલ્હીઃ-  વ્હોટ્સએપ એક એવી મેસેન્જર એપ છે કે આજે સામાન્ય નાગરિકથી લઈને અનેક પોસ્ટ પર બેસેલા વ્યક્તિઓના અનેક મહત્વના કાર્યો પતાવે છે, વ્હોટ્સએપ જાણે આજકાલ લોકો માટે બેઝિક ઉપયોગ બની ગયો છે, સેમેજ મોકલવા હોય ઈમેજ મોકલવી હોય કે પછી ઓડિયો વીડિયો કોલ કરવો હોય દરેક માટે વ્હોટ્સએપ બેસ્ટ ઓપ્શન છે, દિવસેને દિવસે વ્હોટ્સએપ તેમાં અવનવી ફિચર પણ લાવી રહ્યું છે ત્યારે હવે વીડિયો કોલિંગને લઈને એક શાનદાર ફિચર સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વોટ્સએપ યુઝર એક્સપીરિયન્સને વઘુ બેસ્ટ બનાવવા માટે નવા ફીચર્સ લાવી રહ્યું છે. આ એપિસોડમાં, હવે કંપનીએ એક મજબૂત ફીચર રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેર કરી શકાશે.જેને મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે આ  ફેસબુક પર રજૂ કર્યું હતું.

જાણકારી અનુસાર મેટાના સીઈઓ માર્કે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમે વીડિયો કોલ દરમિયાન વોટ્સએપમાં સ્ક્રીન શેરિંગની સુવિધા ઉમેરી રહ્યા છીએ.’ ખાસ વાત એ છે કે હવે યુઝર્સ બહેતર સ્ક્રીન વ્યૂ માટે લેન્ડસ્કેપ મોડમાં વીડિયો કોલિંગ કરી શકશે.