Site icon Revoi.in

હવે મુંબઈની જામા મસ્જિદમાં મહિલાઓ પણ પઢી શકશે નમાઝ – અલગથી રુમ બનાવી આ નવી પહેલ કરવામાં આવી

Social Share

સામાન્ય રીતે ઈસ્લામ ધર્મમાં માત્ર પુરુષોને મસ્જિદમાં નમાઝ પઢવાની ઈઝાઝત છે આવી સલ્થિતિમાંમહિલાઓ ઘરે રહીને 5 ટાઈમની નમાઝ અદા કરે છે, જો કે હવે મુંબઈ શહેરમાં એક એવી મસ્જિદ છે જેણે આ વિચારધારાને બદલવાનું કામ હાથમાં લીધું છે. આ મસ્જિદમાં મહિલાઓને નમાઝ પઢવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

હવે મહિલાઓ માત્ર મુંબઈની જુમા મસ્જિદમાં પ્રવેશી શકશે જ નહીં, પરંતુ તેઓ મસ્જિદમાં નમાઝ પણ અદા કરી શકશે.જુમા મસ્જિદએ ક્રૉફર્ડ માર્કેટમાં આવેલી સૌથી જૂની મસ્જિદોમાંની એક છે, જે દક્ષિણ મુંબઈના સૌથી મોટા અને પ્રખ્યાત બજારોમાંની એક છે. ગીચ બજારમાં આવેલી આ મસ્જિદમાં દરરોજ સેંકડો લોકો નમાઝ અદા કરવા આવે છે. પરંતુ હવે મહિલાઓ માટે આ મસ્જિદ દ્વારા લેવામાં આવેલા પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. મસ્જિદ ટ્રસ્ટપ્રમાણે, હવે આ મસ્જિદમાં મહિલાઓ માટે નમાઝ પઢવા માટે ખાસ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દાયકાઓ જૂની આ મસ્જિદ 3 માળની છે, જેના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલાઓની નમાજ માટે અલગ રુમ બનાવીને ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ સુવિધા તે મહિલાઓ માટે પણ ખાસ છે જે બજારોમાં ખરીદી અથવા અન્ય કામના કારણે ઘરથી દૂર આવે છે પરંતુ નમાઝના સમયે નમાઝ અદા કરી શકતી નથી. મસ્જિદની આ પહેલથી મુસ્લિમ મહિલાઓ ઘણી ખુશ છે. હવે માર્કેટમાં કામ અર્થે આવતી મહિલાઓની નમાઝ છૂટી શકશે નહી તેઓને નમાઝ પઢઝવા માટે આ જગ્યા મળી રહેશે

ઉલ્લેખનીય છે કે ઈસ્લામ ધર્મમાં મહિલાઓ માટે મસ્જીદમાં નમાઝ અદા કરવી જાઈઝ નથી પરંતુ જો મહિલાઓ અને પુરુષો અલગ અલગ બેસ,ે એટલે કે એક બીજાને જોઈ ન શકે તે રીતે વ્યવસ્થા હોય તો મસ્જિદમાં મહિલા નમાઝ પઢી શકે છે,સામાન્ય રીતે અમેરિકાી જેવા દેશોમાં દરેક મસ્જિદમાં મહિલાઓ માટે નમાઝ અદા કરવા માટે આજ પ્રકારની ખાસ વ્યવલસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે હવે ભારત દેશમાં પણ આ પહબેલ મુંબઈથી શરુ કરવામાં આવી છે