Site icon Revoi.in

હવે લગ્ન પછી પણ મળશે મિસ યુનિવર્સ બનવાનો મોકો, 2023થી લાગુ થશે નવો નિયમ

Social Share

મુંબઈ:દરેક મહિલાનું સપનું હોય છે કે, તેના માથે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવે, પરંતુ, કેટલીકવાર સખત મહેનત કરવા છતાં, તેમને નિષ્ફળતા મળે છે અને કેટલીકવાર તેમની ઉંમર તેમને પાછળ ખેંચે છે. જે મહિલાઓ લગ્ન બાદ મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકી ન હતી તેમના માટે સારા સમાચાર છે. જી હા, નવા નિયમ મુજબ હવે મહિલાઓ લગ્ન પછી પણ આ કોન્ટેસ્ટનો ભાગ બની શકશે. તો ચાલો જાણીએ આ નવો નિયમ ક્યારે અને કેવી રીતે શરૂ થશે?

હવે મહિલાઓએ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે વધુ વિચારવાની જરૂર નહીં પડે.લગ્ન કર્યા પછી અને બાળકો થયા પછી તેઓ નિરાશ થશે નહીં.તાજેતરના અહેવાલો અનુસાર, મિસ યુનિવર્સ 2023માં, છેલ્લા 70 વર્ષથી ચાલતા આ નિયમને ખતમ કરવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત હવે પરિણીત મહિલાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

આ ખુશખબર જાણ્યા પછી હવે તમે વિચારતા જ હશો કે આ નિયમ ક્યારે લાગુ થશે. તો હવે તમારે આ માટે વધારે રાહ જોવાની જરૂર નથી. નિયમો આવતા વર્ષે એટલે કે વર્ષ 2023માં આ સ્પર્ધાની 72મી આવૃત્તિથી અમલમાં આવશે.

અત્યાર સુધી મિસ યુનિવર્સ સ્પર્ધામાં માત્ર 18 થી 28 વર્ષની વયની અપરિણીત મહિલાઓ જ ભાગ લઈ શકતી હતી. જેમાં હવે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મિસ યુનિવર્સ 2021નો ખિતાબ ભારતની હરનાઝ સંધુએ જીત્યો હતો. જે અપરિણીત હતી.

મિસ યુનિવર્સ સ્પર્ધામાં થઈ રહેલા આ બદલાવથી ઘણા લોકો ખુશ છે. વર્ષ 2020માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ પણ આ બદલાવની પ્રશંસા કરી છે. આ નિર્ણયનું સમર્થન કરતાં એન્ડ્રીયાએ કહ્યું હતું કે ‘વ્યક્તિગત રીતે હું ખુશ છું. પહેલા માત્ર પુરુષોને જ આ પદો પર અધિકાર હતો, પરંતુ હવે પરિવર્તનનો સમય આવી ગયો છે.