Site icon Revoi.in

દિલ્હીની જનતા પર મોંધવારીનો માર – PNG ના દરોમાં 2.63 રુપિયાનો વધારો ઝિંકાયો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ ઘરેલું ગેસથી લઈને કોમર્શિયલ ગેસની કિમંતો વધતી જોવા મળી છે ત્યારે ફરી એક વખત દેશની રાજધાની દિલ્હીની જનતા પર મોંધવારીનો માર પડ્યો છે , કારણ કે દિલ્હીમાં પીએનજીના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે શુક્રવારને 5 ઓગસ્ટના રોજ  દિલ્હીમાં રસોઈ ગેસ સપ્લાય કરતી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ પાઈપવાળા રસોઈ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 2.63નો વધારો કર્યો છે.

આ નવા દરો હવે લાગુ થતાની સાથે જ રાજધાની દિલ્હીમાંપીએનજીની કિંમત 47.96 પ્રતિ યુનિટથી વધીને 50.59 પ્રતિ યુનિટ થઈ ગઈ છે. આઈજીએલ એ એનપીજી ના દરોમાં  છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત વધારો નોંધાયો છે. આ પહેલાની વાત કરીએ તો  26 જુલાઈએ પીએનજીની કિંમતમાં પ્રતિ યુનિટ 2.1નો વધારો કરવામાં આવ્યો હતો.