Site icon Revoi.in

ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની એન્ટ્રી સામે ચીનનો અડંગો યથાવત

Social Share

આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરાવવામાં ભારતની સાથે આવનારા ચીનને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશની કોશિશ ખૂંચી રહી છે. ચીન આના માટે હજીપણ તૈયાર નથી. ચીને શુક્રવારે કહ્યું છે કે બિનપરમાણુ પ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહીં કરનારા સદસ્યો માટે વિશેષ યોજના બનાવતા પહેલા ભારતના આ એલીટ ગ્રુપમાં સામેલ થવાને લઈને કોઈ ચર્ચા થશે નહીં.

ચીને આ મામલે સદસ્ય દેશો વચ્ચે સામાન્ય સંમતિ બનાવવાને લઈને ટાઈમલાઈન આપવાનો પણ ઈન્કાર કર્યો છે. કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 20-21 જૂને એનએસજીની પૂર્ણ બેઠક યોજાઈ રહી છે.

ભારતે મે-2016માં એનએસજીની સદસ્યતા માટે અરજી કરી હતી અને ત્યારથી જ ચીન તેમા અડંગાબાજી લગાવી રહ્યું છે. તેનું કહેવું છે કે આ સંગઠનમાં માત્ર તે દેશોને જ સામેલ કરવામાં આવે કે જેમણે પરમાણુ બિનપ્રસાર સંધિ એનપીટી પર હસ્તાક્ષર કર્યા હોય.

એનએસજી 48 સદસ્ય દેશોનો એક સમૂહ છે. તેના દ્વારા વૈશ્વિક સ્તરે પરમાણુ વ્યાપારને નિયંત્રિત કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાને એનપીટી પર હસ્તાક્ષર કર્યા નથી. ભારતની અરજી કર્યા બાદ પાકિસતાને પણ 2016માં જ એનએસજીની મેમ્બરશિપ મેળવવા માટેની અરજી કરી હતી.

એનએસજીમાં ભારતના પ્રવેશ પર ચીનનું સ્ટેન્ડ શું બદલાયું છે?  આ સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે શુક્રવારે કહ્યુ હતુ કે ગ્રુપ એખ ખાસ પ્લાન પર પહોંચતા પહેલા એ દેશોની એન્ટ્રી પર કોઈ ચર્ચા કરશે નહીં, કે જેમણે એનપીટી પર હસ્તાક્ષર કર્યા નથી. ચીનના પ્રવક્તાએ આગળ કહ્યુ છે કે તેવામાં ભારતના સામેલ થવા પર ચર્ચાનો સવાલ જ નથી.

ભારતને આ વિશેષ ક્લબમાં સામેલ કરવા માટે ચીન 2-સ્ટેપ પ્લાનની માગણી કરી રહ્યું છે. તેના પ્રમાણે તે એનએસજી સદસ્યોથી બિન-એનપીટી દેશોની એન્ટ્રી માટે કેટલાક નિયમો પર પ્રતિબદ્ધતા ચાહે છે અને તેના પછી જ તે ચર્ચાને આગળ વધારવા ચાહે છે. લુએ કહ્યુ છે કે બીજિંગ નવી દિલ્હીને એન્ટ્રીથી રોકી રહ્યું નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ચીનનું સ્ટેન્ડ એ છે કે એનએજીના નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવે.

જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ભારતે કહ્યુ છે કે એનએસજીના મોટાભાગના સદસ્ય દેશોએ તેની એન્ટ્રીને સમર્થન આપ્યું છે અને ચીને તેને રોકી રાખ્યું છે. લુએ કહ્યુ હતુ કે હું ભારત માટે નથી કહી શકતો કે ચીને તેને રોકી રાખ્યું છે. પરંતુ હું એ જરૂર કહેવા ચાહું છું કે એનએસજી એક બહુપક્ષીય બિનપ્રસાર તંત્ર છે અને તેના કેટલાક નિયમ તથા કાયદા છે અને તમામ સદસ્યોએ તેનું પાલન કરવું જોઈએ. આ નિર્ણય સામાન્ય સંમતિથી થવો જોઈએ.