Site icon Revoi.in

શીખોના પવિત્ર ધામ હેમકુંડ સાહેબની યાત્રામાં અડચણ, બરફવર્ષાને કારણે હાલ પુરતી યાત્રાની નોંધણી પર રોક લગાવાઈ

Social Share

દિલ્હીઃ-શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ  હેમકુંડ કે જે ચામોલી જિલ્લામાં સ્થિત છે. આ જગ્યા લગભગ 15 હજાર ફૂટની ઊંચાઇએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલી છે. અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ રહે છે. સામાન્ય રીતે અહી બરફવર્ષા જાણે સામાનય હોય છે. ત્યારે હેમકુંડ યાત્રામાં બરફ વર્ષા હાલ અડચણ બની છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન ખરાબ થવાના કારણએ બરફ વર્ષોનો માર શરુ છે ત્યારે ખરાબ હવામાને હેમકુંડ સાહિબની યાત્રા પર રોક લગાવી દીધી છે. હવામાન સારુ થયા બાદ અને રસ્તાઓ સાફ થયા બાદ  જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

બીજી તરફ હેમકુંડ સાહિબમાં હિમવર્ષા બાદ આજે ગુરુવારે ગુરુદ્વારાના સેવાદારોએ હેમકુંડ અસ્થાના પથ પર પડેલા બરફને હટાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.જેથી આવતી કાલ સુધીમાં હેમકુંડ સુધી જવાના માર્ગો પરથી બરફની સફાઈ થઈ જવાની શક્યતાઓ છે.

જો કે હાલ બરફવર્ષાના કારણે રત્સાઓ બરફમાં ઢંકાય જતા  તથા ખરાબ હવામાનને કારણે હેમકુંડ સાહિબની યાત્રા માટે 27 મે સુધી ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખરાબ હવામાનને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે  હેમકુંડ સાહિબ યાત્રા માટે અત્યાર સુધીમાં 62 હજારથી વધુ યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ શીખલોકોનું પવિત્ર ધામ ગણાય છે અહી વિશે કહેવાય છે કે  હેમકુંડ સાહેબ પાસે જ એક મોટું તળાવ પણ છે. માન્યતા છે કે હેમકુંડ સાહેબમાં શીખના દસમા ગુરુ ગુરુગોવિંદ સિંહજીએ લગભગ 20 વર્ષ સુધી કઠોર તપ કર્યું હતું. જે જગ્યાએ ગુરુજીએ તપ કર્યું હતું, ત્યાં જ આ ગુરુદ્વારા આવેલું છે. ગુરુદ્વારા સાથે જ પવિત્ર સરોવર પણ છે, જેને હેમ સરોવર કહેવામાં આવે છે. ગુરુદ્વારામાં માથું ટેકતા પહેલાં શીખ શ્રદ્ધાળુઓ આ પવિત્ર સરોવરમાં સ્નાન પણ કરે છે. અહી હજારો શ્રદ્ધાળુંઓ માથું ચેકવા આવતા હોય છે.,જો કે અહી બરફવર્ષા પણ સામાન્ય છે જેના કારણે ક્યારેક યાત્રા રોકલી પડતી હોય છે.