Site icon Revoi.in

હે ભગવાન ! કોરોનાની રસી લગાવ્યા બાદ મહિલાની નોકરી ગઈ! બોસે કહ્યું- આ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ

Social Share

હાલમાં જ ટેક કંપની ગૂગલે તેના કર્મચારીઓને અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે,જેમને હજુ સુધી કોરોનાની રસી નથી લગાવી તેઓ તરત જ લગાવી લે, નહીંતર નોકરી પણ જઈ શકે છે. જ્યાં એક તરફ કોરોના મહામારીને રોકવા માટે તમામ દેશોની કંપનીઓએ નોકરીમાં રહેવા માટે જરૂરી શરતોમાં રસીકરણ લાગુ કર્યું છે.તો, ઓસ્ટ્રેલિયાથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લેની ચૈટ નામની મહિલાએ દાવો કર્યો છે કે,કોરોનાની રસી લગાવ્યા બાદ તેણે નોકરી ગુમાવી દીધી છે.

કોરોના મહામારી સામે લડવા માટે, રસી જે આજની તારીખમાં લોકો માટે એક મહત્વપૂર્ણ જવાબદારી બની ગઈ છે. એક મહિલાએ વિચાર્યું પણ નહોતું કે આ કોરોના વેક્સીનને કારણે એક દિવસ તેની નોકરી જતી રહેશે. ઓસ્ટ્રેલિયાની લેની ચૈટ એક ચર્ચમાં કામ કરતી હતી.લેનીએ ચર્ચ એડમિનિસ્ટ્રેટર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે,તેને માત્ર એટલા માટે કાઢી મૂકવામાં આવી કારણ કે તેને કોરોનાની રસી લીધી હતી.

લેનીનો દાવો છે કે,તેના બોસે તેને એમ કહીને બેરોજગાર કરી દીધી કે,તેણે રસી લગાવીને ભગવાનનું અપમાન કર્યું છે. લેનીનું કહેવું છે કે,તેના બોસે તેને ભગવાનની ઇચ્છા વિરુદ્ધ કોરોના રસીકરણ માન્યું છે.લેની ‘ચર્ચ ઓફ ઉબુંટૂ’માં કામ કરતી હતી. ‘સ્પિરિચ્યુઅલ હોમ એન્ડ વેલનેસ’ ક્લિનિક ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે.લેનીનું કહેવું છે કે, આ ક્લિનિકમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રિસ્ક્રિપ્શન વેચવામાં આવે છે, પરંતુ આ લોકો રસીકરણનો વિરોધ કરી રહ્યા છે.

અહેવાલ અનુસાર, લેનીએ જણાવ્યું કે,તેની સંસ્થાને તેના રસીકરણની જાણ થતાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. લેનીના જણાવ્યા અનુસાર, ચર્ચ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે,લેનીએ રસી લગાવી ભગવાનની ઇચ્છા વિરુદ્ધ કામ કર્યું હતું.

ચર્ચના આ નિવેદનથી લેની એટલી હદે ચોંકી ગઈ હતી કે,તે માની શકતી ન હતી કે જીવનરક્ષક રસીના કારણે તેણે તેની નોકરી ગુમાવી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે,ચર્ચ પણ મહિલાને ઈશારામાં કહી રહ્યું છે કે,તે ઈચ્છે તો કાયદાકીય મદદ લઈ શકે છે. એક વાત એ પણ સામે આવી રહી છે કે લેનીને તે પદ પરથી હટાવીને બીજી નોકરીની ઓફર પણ કરવામાં આવી હતી, જે લેનીએ ઠુકરાવી દીધી હતી.