Site icon Revoi.in

જૂના દાયકાની હેર પીનની ફેશન ફરી થઈ જીવંતઃપીનની અવનવી વેરાયટીથી હેરસ્ટાઈલ બને છે આકર્ષક

Social Share

યુવતીઓ આજકાલ પોતાની હેરસ્ટાઈલને લઈને ઘણી સજાગ બની છે, જેવા કપડા પહેર્યા હોય તેની સાથે શૂટેબલ હેર બેન્ડ કે હેર પીન અપનાવે છએ, ખાસ કરીને કોલેજ કરતી યુવતીઓમાં આ હેર પીનની ફએશને રંગ જમાવ્યો છે, આ સાથે જ લગ્ન પ્રસંગ કે તહેવારોમાં પણ યુવતીઓ હેર પીનન લગાવીને પોતાની હેરસ્ટાઈલને અલગ લૂક આપે છે,

ખાસ કરીને જ્યારે યુવતીઓ હેર ખુલ્લા રાખે છે,ત્યારે વાળમાં બે પાતળી પીન લગાવીને વાળને સેટ કરે છે, આ પીને પ્લેન એટલે કે સાદી અને અલગ અલગ કલરની પમ હોય છે, જ્યારે આજ પીજ પ્રસંગ કે તહેવારોમાં લગાવામાં આવે છે તો તે ડાયમંડથી સજાવેલ હોય છે,અથવા તો મોતી અને પારાથી સજાવેલી હોય છે.

અલગ અલગ પ્રકારની હેર પીનથી વાળને સજાવવામાં યુવતીઓ શોખીન હોય છે, આ સાથે જ આ પ્રકારકની હેરપીન પહેલાના જમાનામાં ખૂબ જ પ્રચલીત હતી,પરંતુ ફેશન જગતમાં હંમેશા જોવા મળે છે કે ફેશન સમયની સાથે પુનરાવર્તન પામે છે, પહેલાના દાયકાઓની ફેશન નવા રંગ રુપથી આજની ફેશનનો ટ્રેન્ડ બને છે, તેમાં એક છે આ હેર પીન,

હેરપીનમાં ખાસ ક્લિપ વાળી હેરપીનનો વધુ ક્રેઝ જોવા મળે છે, આ સાથે જ ડાયરેક્ટ ભેરવવા વાળી હેરપીનની પણ ડિમાન્ડ વધુ છે, આ પ્રકારની હેરપીન સાડી કે ટ્રેડિશનલ કપડા સાથે ખૂબ પહેરવામાં આવે છએ, જ્યારે વાળ ખુલ્લા રાખવાના હોય ત્યારે વાળની માત્ર બે લટને આ હેર પીન વડે પેક કરીને હેરસ્ટાઈલ બનાવવામાં આવતી હોય છે.