Site icon Revoi.in

આજે વસંત પંચમીના શુભ દિવસે ચારઘામ યાત્રા વિશે કરવામાં આવી જાહેરાત  -18 મે ના રોજ બદરીનાથના દ્રાર ખૂલશે 

Social Share

દિલ્હી- આજે વસંત પંચમીના શૂભ દિવસે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ જાહેર કરાઈ છે. ભગવાન બદ્રી વિશાલના દરવાજા 18 મેના રોજ સવારે 4: 15 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ગાડુ ઘડા યાત્રા 29 એપ્રિલના રોજ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ટિહરી નરેશ અને મહારાણીની હાજરીમાં નરેન્દ્રનગર દરબારમાં શ્રી બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ અને મહાભિષેક માટે તલનું તેલ નીકાળવાની તારીખ જાહેર કરવામાં આવી હતી.

મા સરસ્વતીના પ્રાગટયનો ઉત્સવ વસંત પંચમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર પર રવિ યોગ, સર્વાર્થ સિધ્ધિ યોગ અને અમૃત સિધ્ધિ યોગના સંયોજન હોવાને કારણે તહેવારનું મહત્વ વધુ વધી રહ્યું છે. વસંત પંચમીના અબુજ મુહૂર્તાને ધ્યાનમાં રાખીને, ભૂમિ-વૈકુંઠ એટલે કે શ્રી બદ્રીનાથ ધામના પ્રાચીન કાળથી દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવાની પરંપરા હજી ચાલી આવે છે.

પ્રાચીન કાળથી, આજના દિવસે, નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે અને તે ટિહરી મહારાજાને અર્પણ કરવામાં આવે છે. આજે જ્યોતિષની પંચાંગ જોઈને નરેન્દ્રનગરમાં ભગવાન બદરવીશાલના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવે છે.

આજનો દિવસ હિન્દુ ધર્મ મુજબ ખૂબજ શુભ માનવામાં આવે છે એટલે બદરીનાથના દ્રાર ખોલવાની તિથી પણ આજ દિવસે નક્કી કરવામાં આવતી હોય છે. આ અંતર્ગત સોમવારના રોજ ગાડૂ ઘડાની દિમિર ગામના લક્ષ્મી-નારાયણ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી હતી. ધર્મચાર્યોએ બ્રહ્મમુહુર્તામાં ભગવાન લક્ષ્મી નારાયણ અને ગાડુ ડારની પૂજા વિષ્ણુ શાસ્ત્રનામ અને નમાવલિઓ સાથે કરી અને બાળ સંસ્કાર અર્પણ કર્યા.

સાહિન-