Site icon Revoi.in

દિવાળીના પર્વ પર યુવતીઓની પહેલી પસંદ બન્યા સાડી ,ઘરારા કુર્તી સહીતના આ ભારતીય પોષાક

Social Share

 

આમ તો આજકાલ વેસ્ટર્ન વેરના રંગોમાં કોલેજીયન યુવતીઓ રંગાઈ રહી છે પરંતુ ભારતીય પરંપરાઆ પણ લોકોના દિલમાં અને જીવનમાં જીવી રહી છે, ત્યારે હવે  દિવાળી જેવા તહેવારોને લઈને ટ્રેડિશનલ કપડાની માંગ યુવતીઓમાં વધતી જોવા મળી રહી છે, ખાસ કરીને  દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે કપડાની શોપમાં પણ અવનવી ડિઝાઈનના કપડા જોવા મળી રહ્યા છે.

આજકાલ હવે યુવતીઓ ભપકાદાર ચળક વાળા હેવી કપડા પહેરવાનું ટાળી રહી છે હવેના સમય પ્રમાણે સિમ્પલ લૂક અને સોબર કપડાને પસંદ કરે છે જેને લઈને માર્કેટમાં કોટન ફેબ્રિકમાં અવનવા દુપટ્ટા ગાઉન, લોંગ કુર્તી, ફ્રોક વગેરે હાલ ચલણ માં જોવા મળે છે.

વિતેલા તહેવાર રક્ષાબંધનમાં પણ મોટા ભાગની કોલેજ કરતા વર્ગની યુવતીઓએ કોટન પર પોતાની પસંદ ઉતારી હતી, ખાસ કરીને ટ્રેડિશનલ વેરમાં કોટનમાં પ્લાઝો પેરથી લઈને લોંગ ઘેર વાળી કુર્તી તથા લોંગ કોટન વન પીસ લોકો વધુ પસદં કરી રહ્યા છે

લોંગ કોટન કુર્તી-

આ કુર્તીમાં તમને ટ્રેડિશનલ લૂકની સાથે સાથે આકર્ષક લૂક પણ મળે છે, અને પહેરવામાં ખૂબ જ આરામદાયક હોય છે, ખાસ તહેવારોમાં આ પ્રકારની કુર્તી પર ઓક્સોડાઈઝના ઓરનામેન્ટસ્ વધુ આકર્ષક લૂક પ્રદાન કરે છે.

કોટનની ઘરારા કુર્તીઃ

કોટનની ઘરારા કુર્તીમાં કોટનની કુર્તી સાથે નીચે બોટમવેરમાં ઘેર વાળો પ્લાઝો જેને ઘરારા કહે છે, જે તમારા લૂકને ટ્રેડિશનલ બનાવે છે, આ સાથે જ વજનમાં હલકો અને પહેરવામાં આરામદાયક હોય છે તેના પર હલ્કા સિલ્વર રંગના ઘરેણા તમારી સુંદરતાને બેગણી વઘારે છે.

કોટન દુપટ્ટા ગાઉનઃ-

કોટનના લોંગ ફ્રોક કે જેને ગાઉન કહેવામાં આવે છે જેના સાથે કોમ્બિનેશનમાં અલગ કલરનો દુપટ્ટો હોય છે જે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, કોટનના ગાઉન પહેરવામાં તો આરામદાયક હોય જ છે પરતું તમારા તહેવારની ની સુદંરતા તમારી સુંદરતાને લીધે વધી જાય છે.આ ગાઉનમાં પણ સિંગલ થી લઈને ડબલ કલરનો ટ્રેન્ડ જોવા મળે છે.

કોટનમાં ઘેર વાળું વન પીસઃ-

તહેવારોમાં યુવતીઓની આ પ્રથમ પસંદ છે, કારણ કે તેનો લબક સિમ્પલ હોય છે પરંતુ ઉપર અલગ કલરનો કોઠો અને નીચે ઘેરનું કાપડ જૂદા રંગનું હોય છે અને અપર ડપર સ્ટાઈલથી, લઈને ગોળ ,લંબચોરસ , ત્રિકોણ વગેરે શેપમાં ઘેર હોવાથી તે વધુ સ્ટાઈલીશ લૂક પ્રદાન કરે છે.