Site icon Revoi.in

ફરી એક વખત બાબા રામદેવે ‘વસ્તી નિયંત્રણ કાયદા’નો મુદ્દો ઉઠાવતા કહ્યું ‘દેશ વધુ વસ્તી નહી સહન કરી શકે’

Social Share

દિલ્હીઃ- દેશ વિદેશમાં જાણીતા યોગ ગુકુ બાબા રામદેવ સતત કોઈને કોઈ નિવેદન કે બાબતને લઈને ચર્ચામાં રહેતા હોય છે ,ત્યારે ફરી એક વખત તેમણે વસ્તી નિયંત્રણના કાયદાને લઈને નિવેદન આપ્યું છે તેમણે એમ કહ્યું કે ભારત દેશ વધુ વસ્તી સહન નહી કરી શકે.જો કે આ પહેલીવાર નથી કે જ્યારે રામદેવ બાબાએ વસ્તી નિયંત્રણ કાયદાની વકાલત કરી હોય, તેઓ આ પહેલા પણ અનેક પ્રસંગોએ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે.

જાણકારી પ્રમાણે યોગગુરુ બાબારામ દેવે વસ્તી નિયંત્રણ પર કાયદો બનાવવાની  ફરીથી સરકારને હિમાયત કરી.આ સાથે જ  બાબા રામદેવે કહ્યું કે દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવો જ જોઈ દેશની વર્તમાન પરિસ્થિતિને કારણે દેશની વસ્તી અત્યંત ગંભીર બનતી જોવા મળી રહી છે, તેથી દેશની સંસદમાં વસ્તી નિયંત્રણ અંગે કાયદો બનાવવો અત્યંત જરૂરી બની ગયો છે.

વધુમાં વાત કરીએ તો યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે દેશની વસ્તી વધીને 140 કરોડ થઈ ગઈ છે અને તે આનાથી વધુ બોજ ઉઠાવી શકશે નહીં.એટલે કે ભારત દેશ આનાથઈ વધુ વસ્તી નહી સહન કરી શકે.એટલું જ નહી તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સર્જાતા પશ્નની પણ વાત કરી.

તેમણે કહ્યું કે આજે જે રીતે સમય ચાલી રહ્યો છે, જો માત્ર રેલ્વે, એરપોર્ટ, કોલેજ અને યુનિવર્સિટી જ લોકોને રોજગારી આપી શકે તો બસ છે. દેશ પર કોઈ વધારાનો બોજો ન જ હોવો જોઈએ. આ સાથે બાબા રામદેવે ઉત્તરાખંડને પહેલી વંદે ભારત એક્સપ્રેસ આપવા બદલ પીએમ મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો.

Exit mobile version