Site icon Revoi.in

રેલ યાત્રીઓને વધુ એક સુવિધા : ચાલતી ટ્રેનમાં બુક કરાવી શકશે ક્ફર્મ ટિકીટ

Social Share

દિલ્હી: રેલયાત્રી આવતા મહિનાથી ચાલતી ટ્રેનમાં ઓનલાઈન કફર્મ ટિકીટ બુક કરાવી શકશે. રેલવેએ મેલ એકસપ્રેસ દુરંતો જન શતાબ્દી ગરીબ રથ, વંદે ભારત સહિત 288 ટ્રેનોની યાદી જાહેર કરીને ઓનલાઈન ટિકીટ ચેકીંગની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

નવી સુવિધા અંતર્ગત તેમાં ટ્રેનમાં એસી 1,2,3 અને સ્લીપરમાં ખાલી બર્થની સૂચન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ), આઈઆરટીસીની વેબસાઈટ અને સંબંધીત અને સંબંધીત ખાનગી કંપનીઓ મોબાઈલ એપ પર ઉપલબ્ધ રહેશે. રેલવે બોર્ડે દેશભરની 288 ટ્રેનમાં હેન્ડ હેલ્ડ ટર્મિનલ (એચએચટી) ડિવાઈસથી ટિકીટ ચેકીંગ વ્યવસ્થા લાગુ કરવા સંબંધી માર્ગદર્શન બધા ઝોનલ રેલવેને જાહેર કરી દીધા છે.બધા ટિકીટ નિરીક્ષક (ટીટીઈ)ને એચએચરી ડિવાઈસ ઈસ્યુ થઈ ચૂકયા છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું હતું કે જુલાઈના અંત સુધીમાં રાજધાની-શતાબ્દી સહિત બધી 288 ટ્રેનોમાં ટીટીઈ માટે એચએચટી દ્વારા ટિકીટ ચેકીંગ ફરજીયાત થઈ જશે. એચએચટીમાં ખાલી બર્થની સૂચના રેલવે સ્ટેશનોના પીઆરએસ સહિત આઈઆરસીટીસી વેબસાઈટ અને અન્ય સંબંધીત મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે. એચએચટીવી ટિકીટ ચેકીંગથી ટીટીઈ આરએસી અને વેઈટીંગ ટિકીટ વાળા યાત્રીઓની અવગણના નહીં કરી શકે.