Site icon Revoi.in

વેલેન્ટાઈન્સ ડે વિકમાં યુવતીઓ માટે બેસ્ટ ઓપ્શન છે વનપીસ, જાણો કેવા વનપીસથી તમને મળશે આકર્ષક લૂક

Social Share

સાહિન મુલતાની-

 

આવતી કાલ એટલે કે 7 ફેબ્રુઆરીના રોજથી વેલેન્ડાઈન્સ ડે વિકનો આરંભ થી રહ્યો છે કોલેજ કરતી યુવતીઓથી લઈને ઓફીસકામ કરતી મહિલાઓ આ વીકમાં પોતાને સ્ટાઈલીશ અને આકર્ષક લૂક આપવા અવનવા પરિધાન ઘારમ કરે છે. આ દિવસોમાં કોલેજ ગર્લ પોતાના પરિધાન બાબતે ખૂબજ સજાગ રહે છે તે હંમેશા ઈચ્છે છે કે તે બધાથી અલગ દેખાઈ અને સુંદર તથા આકર્ષક દેખાી આ માટચે તેઓ આજકાલ વનપીસના ટ્રેન્ડમાં રંગાયેલી જોઈ શકાય છે, મોટા શહેરોમાં વનપીસનો ડ્રેન્ડ ખૂબ વધ્યો છે.

વનપીસની જો વાત કરીએ તો તે જ્યોર્જોટ, શિલ્ક, સ્ટ્રેચબલ ,જર્સી કાડપ વહગેરે ફેબ્રિકમાં ઉપલબ્ધ હોય છે, જેમાં  ખાસ કરીને પ્રિન્ટેડ જ્યોર્જોટના વનપીસ ખૂબજ આકર્ષક દેખાવ આપે છે, આ સાથે જ જો પાર્ટીમાં જવું હોય ત્યારે સ્ટ્રેચેબલ કપડાના વનપીસ તમને શાનદાર લૂક આપશે.

વનપીસની એક ખાસિયત એ હોય છે કે તેમાં બોટમવેર પસંદગીની ઝંઝટ રહેતી નથી, તેમાં તમે શોર્ટ કે ઘુંટણ સુધીની સ્લેક્સ ,કેપરી પહેરી શકો છો. આ સાથે જ તેમાં દુપટ્ટો પણ નાખવામાં ન આવતો હોવાથી તે તમને ફ્રી રાખે છે. વારંવાર દુપટ્ટો સરખો કરવાની ઝંઝટમાંથી છૂટકાર આપે છે.

વનપીસની જો વાત કરીએ તો વનપીસ માત્ર એક જ પ્રકારના નથી હોતા, તેમાં શોર્ટ વનપીસ હોય છે અને લોંગ પણ હોય છે, કોટનના વનપીસ પણ હોય છે અને સ્ટ્રેચેબલ કપડામાં પણ તો બીજી તરફ પાતળા લોકોને શિલ્કના કપડાના વનપીસ વધુ શોભે છે,વન પીસ એટલે સામાન્ય રીતે એક જ ઉપર પહેરવામાં આવતું ટોપ, તે લેન્થમાં લાબું અને ટૂંકુ પણ હોય, આ સાથે જ તેના નેકમાં અવનવી ડિઝાઈને તમને વધુ આકર્શક લૂક પ્રદાન કરે છે. આ સાથે જ પ્લેન કોટનના વનપીસમાં હવે ઇરપ કોટીનો ક્રેઝ પણ વધ્યો છે, વન પીસ સ્લિવ વગરનું હોય તો ઉપર લોંગ સ્લિવની કોટી હોય છે જે તમને આકર્ષક દેખાવ આપે છે.આ વિકમાં તમે રેડ ,વ્હાઈટ ,બ્લૂ ,ગ્રીન જેવા રંગના વનપીસ કેરી કરી શકો છો. જે તમને આકર્ષક લૂક આપશે અને તમને સ્ટાઈલિશ દેખાઈ શકશો