Site icon Revoi.in

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફેઈલ જાય છે ? તો કરો આટલું કામ

Social Share

છેલ્લા કેટલાક સમયથી લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા છે. મોટાભાગના પેમેન્ટ અત્યારે ઓનલાઈન થઈ રહ્યા છે. પણ આવામાં તે વાત વારંવાર જોવા મળતી હોય છે કે નાના-મોટા 200-500-1000 રૂપિયાના પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવતા ક્યારેક તેમાં ટ્રાન્જેક્શન ફેઈલ જોવા મળતું હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ટેક્નોલોજીના એક્સપર્ટ દ્વારા આ બાબતે નિરાકરણ શોધી લેવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો ત્યારે ચેક કરો કે તમારા મોબાઈલમાં ડેટા સ્પીડ કેવી છે. જો ઇન્ટરનેટ સ્પીડ ઓછી હોય તો ટ્રાન્જેક્શન કરવાનું ટાળો.

સ્માર્ટફોનથી કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો અથવા કોઈ પેમેન્ટ કરી રહ્યા છો અને ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે, તો તમારે તરત જ અન્ય ટ્રાન્ઝેક્શન કરવાનું ટાળવું જોઇએ. કારણ તાત્કાલિક બીજું ટ્રાન્જેક્શન કરવાથી તે પણ નિષ્ફળ જઇ શકે છે. તેથી આવા કિસ્સામાં થોડી રાહ જોવા વધુ યોગ્ય છે. જો તમે આમ નહીં કરો તો ટ્રાન્જેક્શન વારંવાર નિષ્ફળ જશે અને તમારા ખાતામાંથી પૈસા પણ કપાશે.

ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી જ અન્ય ટ્રાન્ઝેક્શન કરો. ટ્રાન્ઝેક્શન માટે લીલા રંગનું સૂચક બતાવવામાં આવે છે. લીલો રંગ એ એક સંકેત છે જે જણાવે છે કે ટ્રાન્ઝેક્શન કરવાનો સમય યોગ્ય છે, તે પછી ટ્રાન્ઝેક્શન કરો