Site icon Revoi.in

હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં 14 લોકોમાંથી માત્ર એક ગૃપ કેપ્ટન વરુણ સિંહ જીવીત, ઓગસ્ટમાં શોર્ય ચક્રથી સમ્માનિત કરાયા હતા

Social Share

 

દિલ્હીઃ વિતેલા દિવસને બુધવારે સમગ્ર દેશ હચમચી ગયો હતો જ્યારે સમાચાર સામે આવ્યા હતા કે સેનાનું હેલિપોક્ટર ક્રેશ થયું ,જો કે વધુ આઘાત ત્યારે લાગ્યો કે જ્યારે ખબર મળી કે આર્મી વડા બિપિન રાવત આ ઘટનામાં શહીદ થયા છે આ સાથે જ 24 લોકો સવાર હતા તેમાંથી માત્ર એક જ વ્યક્તિનો જીવ બચવા પામ્યો છે.

તામિલનાડુમાં બુધવારે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતીય વાયુસેનાના આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી શક્યા હતા.

આ મામલે ભારતીય વાયુસેના તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, “ખૂબ જ દુઃખની વાત છે કે આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય 11 લોકોના મોત થયા છે. અન્ય એક ટ્વીટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલમાં ઈજાને કારણે વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહને ગયા વર્ષે ફ્લાઇટમાં ટેકનિકલ ખામી બાદ એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં તેમની હિંમત બદલ ઓગસ્ટમાં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરીને તેણે તેજસ ફાઈટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું.

વિતેલા દિવસને બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલા Mi-સિરીઝના હેલિકોપ્ટરે સુલુર આર્મી બેઝ પરથી ઉડાન ભરી હતી. ટેક-ઓફના થોડા સમય બાદ તે તમિલનાડુના નીલગીરી જિલ્લામાં ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર પુષ્ટિ કરી હતી કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેઓ અને તેમના પત્ની સહિત અન્ય 11 લોકો આમ કુલ 13 લોકોના આ ઘટનામાં મોત થાય છે.14 લોકોમાંથી માત્ર એક કેપ્ટન વરુણ સિંહ જીવીત રહ્યા છે.