Site icon Revoi.in

આફ્રીકાથી એટલાન્ટિક સમુદ્ધ મારફત સ્પેન જતું નાનુ જહાજ ડૂબતા 53 યાત્રીઓમાંથી માત્ર એક મહિલાનો બચાવ- સંભળાવી આપવીતી

Social Share

દિલ્હીઃ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા એક નાના જહાજમાં કુલ 53 યાત્રિઓ સવાર હતા જેમાંથી એક મહિલાને બચાવી લેવામાં આવી હતી એકમાત્ર મહિલાએ બચાવકર્તાઓને જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલા આફ્રિકાથી રવાના થયેલા આ જહાજમાં  53 પ્રવાસીઓ હતા.

સ્પેનની મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસે વિતેલા દિવસને શુક્રવારે જણાવ્યું હતું કે આ મહિલા ડૂબી રહેલા નાના જહાજ પર ચોંટી રહેલી હતી અને નજીકમાં એક મૃત પુરુષ અને મૃત મહિલાજોવા મળી હતી.

જો કે આ ઘટના ત્યારે સામે આવી હતી કે જ્યારે ગુરુવારના રોજના એક મોટા જહાજે સ્પેનના કેનેરી ટાપુઓથી લગભગ 255 કિલોમીટર અંતરે દક્ષિણે નાની બોટને જોઈ અને સ્પેનિશ ઇમરજન્સી સર્વિસને આ ઘટના અંગેની જાણકારી આપી હતી.ત્યાર બાદ આ સૂચના મળતાની સાથએ જ બચાવ ટીમ અહીં પહોંચ્યા બાદ આ બચી ગયેલી  મહિલાએ બચાવકર્મીઓને જણાવ્યું કે,આ બોટ પશ્ચિમ સહારા કિનારેથી રવાના થઈ હતી જેમાં આઈવરી કોસ્ટના યાત્રીઓ સવરા હતા.

વિભાગના નિયમો પ્રમાણે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે અધિકારીએ કહ્યું કે, તે મહિલાના સ્વાસ્થ્ય અને ઉંમર વિશે જાણકારી પ્રાપ્ત નથી. યુનાઇટેડ નેશન્સ માઇગ્રેશન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અનુસાર, 2021 ના ​​પહેલા ભાગમાં કેનેરી ટાપુઓના માર્ગમાં ઓછામાં ઓછા 250 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સ્થળાંતરિત જમીન અથવા દરિયાઈ માર્ગે યુરોપિયન દેશોમાં પહોંચવાનો પ્રયાસ કરતા જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. મોટી સંખ્યામાં નાની હોડીઓમાં પણ ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરનારાઓ અહીં આવતા જોવા મળે છે.

 

Exit mobile version