Site icon Revoi.in

વિપક્ષ સાસંદો એ મણીપુરની મુલાકાતના આજે બીજા દિવસે રાજ્યપાલ સાથે કરી મુલાકાત

Social Share

ઈમ્ફાલઃ- સંસંદના ચામોસા સત્રમાં મણીપુર મામલે ખૂબ હંગામો થયો હયો ત્યાર બાદ વિપક્ષના સાસંદોએ 30 તારિખના રોજ હિંસા ગ્રસ્ત મણીપુર રાજ્યની મુલાકાત લીધી હતી આજરોજ તેમની આ મુલાકાતનો બીજો દિવસ છે.

મળતી માહિતી પ્રમાણે વિપક્ષી પક્ષોના સાંસદહિંસાગ્રસ્ત મણિપુર ગયા હતા અને પરિસ્થિતિનો ત્યાગ મેળવવા રાહતશિબીરામામં પીડિતોને મળવા ગયા હતા,આજરોજ રવિવારે રાજ્યપાલ અનુસુયા ઉઇકેને  પણ મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે મુખ્ય વાત એ છે કે મણિપુરમાં થયેલી હિંસાને અવગણવામાં આવી છે.

 I.N.D.I.A. સાંસદોના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, “મુખ્ય વાત એ છે કે મણિપુરની અવગણના કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેની અવગણના કરી હોવાથી સ્થિતિ વધુને વધુ ખથરાબ બનતી જઈ રહી છે શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત થવી જોઈએ, તે જરૂરી છે. અમે માંગ કરીશું કે રાજ્યપાલ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો કરે.

ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય વિકાસ સંકલિત ગઠબંધનના 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ જમીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા મણિપુરમાં છે. વિપક્ષી જૂથ ભારતના સાંસદો, જેઓ બે દિવસીય પ્રવાસ પર છે, તેમણે શનિવારે રાજ્યના અનેક વિસ્તારો અને રાહત શિબિરોની મુલાકાત લીધી હતી.

Exit mobile version