- બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળો
- 2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
દિલ્હીઃ- આજે બજેટનો બીજો દિવસ છે.બજેટના બીજે દિવસે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આ પછી સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. અગાઉ, સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા સરકારને ઘેરવા માટે બેઠક યોજી હતી.
આ સાથે જ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા બાદ સંસદમાં જવાબ આપશે. રાષ્ટ્રપતિના સંબોધન પર ચાર દિવસ સુધી ચર્ચા થશે. અગાઉ કોંગ્રેસે બજેટ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું હતું.
વિપક્ષના નેતાઓએ સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ અને બજેટને લઈને સરકારને ઘેરવા માટે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં બેઠક યોજી હતી. ખડગેના નેતૃત્વમાં આ બેઠકમાં કુલ 13 વિરોધ પક્ષો સહીત શિવસેના કેરળ કોંગ્રેસે ભાગ લીધો હતો.
સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા વિરોધ પક્ષોએ સરકારને ઘેરવા માટે બેઠક યોજી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ’બ્રાયન, ડીએમકેના કનિમોઝી, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, શિવસેનાના નેતા હાજર રહ્યા હતા

