આજકાલ યૂવતીઓ પોતાના ચપ્પલ પ્રત્યે પણ વધુ સજાગ બની છે, કેવા કકડા પર કેવી ચપ્પલ પહેરવી તેનું ખાસ ધ્યાન આપે છે, ત્યારે ચોમાસાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ખાસ યુવતીઓ પોતાના ફૂટવેરનું ધ્યાન આપતી હોય ઠછએ આ સિઝનમાં એવા ફૂટવેરની પસંદગી કરવી જોઈએ જે આરામદ દાયક લૂક આપે .
ફ્લેટ ચપ્પલ સાંભળતા જ આપણા મનમાં સાદા પેરાગોનના ચપ્પલ યાદ આવી જાય એ સ્વાભાવિક વાત છે.પરંતુ જો કે આજકાલ ફ્લેટ ચપ્પલમાં અવનવી ચઢીયાતી ડિઝાઈન માર્કેટમાં આવી છે, જેને જોઈને અક્કલ કામ નહી કરે, જેથી ખાસ કોલોજ કરતી યુવતીઓ અને ઓફીસ વર્ક કરતી યુવતીઓ જીન્સ, સ્કર્ટ અથવા તો કુર્તીમાં પણ આ પ્રકારના ફ્રેન્સી ફ્લેટ ચપ્પલ પહેરે છે.
આજકાલ હવે ફ્લેટ ચપ્પલનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે,યુવતીઓ પોતાના લૂકને આકર્ષક બનાવવા માટેફૅશનેબલ ફૂટવેરની પસંદગી કરે છે.સમય સાથે ફેશન પણ બદલાય છે,તે વાત માનવી રહી, પહેલાની સ્ત્રીઓ ફેશન પ્રત્યે એટલી સજાગ નહોતી પરંતુ હવે એવું રહ્યું નથી, હવે તો કોલેજથી લઈને સ્કુલની યુવતીઓ પણ પોતાની ફેશન જાતે જ ડેવલપ કરે છે અને પોતાને ગમતા ફૂટવેર અને કપડાની પસંદગી કરે છે.
આજકાલ વરસાદ માટે માર્કેટમાં પ્લાસ્ટિકના ચપ્પલ અવેલેબલ હોય છે જે આરામ દાયક લૂકની સાથે પાણીમાં લપસવાથી બચાવે છએ તો આપ્રકારના ચપ્પલ તમે પસંદ કરી શકો છો.આ સાથે જ પ્લાસ્ટિકના ડાયરેક્ટ પહેરી લેવાય તેવા શૂઝ પણ મળે છે જે તમે કેરી કરી શકો છો.ખાસ કરીને તમારે હિલ્સ પહેરવાનું ટાળવું જોઈએ જેથી લપસતા બચી શકાય.
જો તમે ઈચ્છો તો બેલ્ટવાળઆ સેન્ડલ વરસાદની સિઝનમાં પહેરી શકો છો જેનાથી ગ્રીપ સારી આવે છએ લપસવાનો ભય ઓછો રહે છે,