Site icon Revoi.in

જોબાઈડેને આપેલા આદેશથી ગ્રીનકાર્ડને લઈને 5 લાખ ભારતીયો માટે રાહતના સમાચાર

Social Share

વોશિંગટનઃ– વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં હવે આજથી નવા રાષ્ટ્રપતિનું સાશન શરુ થી ચૂક્યું છે,અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડને શપથ ગ્રહણ કર્યા બાદ અનેક મહત્વની જાહેરાત કરી છે અને અનેક ખાસ નિર્ણયો લીધા છે, ત્યારે હવે વિઝાને લઈને પણ તેમણે થાસ નિર્ણય લીધો છે

જો બાઇડને અમેરિકી કોંગ્રેસને અપીલ કરી હતી કે, 1.1 કરોડ ઇમિગ્રન્ટન્સને કાયમી વસવાટની પરવાનગી મેળવીને અમેરિકા દેશના નાગરિકો બની શકે એવો કાયદો બનાવવો જોઈએ . ત્યારે હવે મળતી માહિતી પ્રમાણેઆ 1.1 કરોડ ઇમિગ્રન્ટન્સમાં પાંચ લાખ ભારતીયોનો પણ સમાવેશ થાય છે જેમની પાસે અમેરિકામાં કાયમી વસવાટ માટે કોઇ દસ્તાવેજો નથી.તો જોબાઈડેનના આ નિર્ણયથી આ પ્રકારના ભાપતીયોને લાભ મળી શકશે.

જો બાઇડને જેટલા આદેશો પર સહી કરી છે, તેમાંનો એક આદેશ વિધાને લગતો છે,આ આદેશ પ્રમાણે ઇમિગ્રન્ટ્સને રાહત મળશે, આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એચ 1 બી વીઝા નિયમોને ખુબ જ આકરા બનાવ્યા હતા જેથી લાખો ભારતીય પ્રોફેશનલ્સ પર તેની અસર પડી હતી.

બાઇડને ટ્રમ્પની વીઝા નીતિની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ નીતિના પગલે એક કરોડથી વધુ લોકોએ અમેરિકા છોડી શકે છે.. બાઇડને રજૂ કરેલા પ્રસ્તાવ પ્રમાણે વર્ષ 2021ના જાન્યુઆરીની પહેલી સુધી અમેરિકામાં કોઇ કાયદેસરના દસ્તાવેજો વિના રહેતા લોકોના બેકગ્રાઉન્ડની ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.

આ તપાસમાં જો જણાયાશે કે, લોકો નિયમિત અમેરિકી કરવેરા ભરતા હોય અને બીજી પાયાની જરૂરિયાતો પૂરી કરતા હોય તો તેમને પાંચ વર્ષના નિવાસી વીઝા આપવામાં આવશે અથવા ગ્રીન કાર્ડ  આપવામાં આવશે, જેમાં 5 લાખ ભારતીયોને પણ લાભ થશે.

સાહિન-