Site icon Revoi.in

સ્વિગી પર ઓર્ડર કરવો થયો મોંઘો,આટલો લાગશે એક્સ્ટ્રા ચાર્જ

Social Share

બેંગલુરુ : લોકો હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવા જવા કરતા ઓનલાઈન ફૂડ ઘરે જ મંગાવતા હોય છે.આ સાથે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી ઘણી કંપની છે,તેમાંની એક ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી દિગ્ગજ કંપની સ્વિગી પર ઓર્ડર કરવો હવે મોંઘો થયો છે.કંપની  હવે દરેક બુકિંગ પર ₹2નો એક્સ્ટ્રા ચાર્જ વસુલ કરી રહી છે.સ્વિગી તેના તમામ યુઝર્સ પાસેથી આ ફી વસૂલવા જઈ રહી છે પછી ભલે તે ઓર્ડર મોટો હોય કે નાનો.

ક્યાં–ક્યાં થયું લાગુ

સ્વિગીએ બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં પ્લેટફોર્મ શુલ્કની શરૂઆત કરી દીધી છે. જોકે, અન્ય મોટા શહેરોમાં આ શુલ્ક ક્યારે લાગુ થશે તે કંપનીએ જણાવ્યું નથી. હાલમાં પ્લેટફોર્મ શુલ્ક માત્ર સ્વિગીની ફૂડ ડિલિવરી સર્વિસ પર જ લાગુ છે. ઇન્સ્ટામાર્ટ ઓર્ડર માટે કંપનીએ તેનો અમલ કર્યો નથી.

કંપનીએ જણાવ્યું કારણ

સ્વિગીના પ્રવક્તાએ કહ્યું – આ શુલ્ક અમને અમારા પ્લેટફોર્મને ચલાવવા અને સુધારવામાં મદદ કરશે. આ સાથે એપને સહજ અનુભવ વધારશે.

કંપની ઘણા પડકારોનો સામનો કરી રહી છે. તાજેતરમાં સ્વિગીના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. દરમિયાન, કંપની સામૂહિક છટણી પણ કરી રહી છે. અહેવાલ મુજબ, તેનું ઇન્સ્ટન્ટ ડિલિવરી યુનિટ ઇન્સ્ટામાર્ટ પણ હરીફ ઝોમેટોના ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટથી પાછળ છે.