Site icon Revoi.in

અમેરિકામાં સ્કુલની બહાર ગોળીબારની ઘટના – એક વિદ્યાર્થીનું ગોળી વાગતા મોત,એકની હાલત ગંભીર

Social Share

 

દિલ્હીઃ- અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એક વખત રિચફિલ્ડથી  આવીજ એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક શાળાની બહાર બે વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી, જેમાં એકનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે એક વિદ્યાર્થીની હાલત હાલ ગંભીર જોવા મળે છે. ઘાયલ વિદ્યાર્થીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર બાબતે રિચફિલ્ડ પોલીસે જણાવેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓને એજ્યુકેશન સેન્ટરની બહાર લગભગ 12:07 વાગ્યે ગોળી મારવામાં આવી હતી. ગોળીબાર કર્યા પછી તરત જ શંકાસ્પદો સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસ વિસ્તારમાં તપાસ કરી રહી છે. રિચફિલ્ડ પોલીસ વડા જય હેન્થોર્ને જણાવ્યું હતું કે રિચફિલ્ડ શહેર માટે આ એક દુઃખદ દિવસ હતો.

ડિસ્ટ્રિક્ટ 287 સુપરિન્ટેન્ડેન્ટ સેન્દ્રા લેવાન્ડોવસ્કીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શાળાના આગળના પ્રવેશદ્વાર પાસે ગોળી મારી દેવામાં આવી હતી જ્યારે તેમના માતાપિતા તેમને શિક્ષણ કેન્દ્રમાંથી લેવા આવ્યા હતા. આ દક્ષિણ શિક્ષણ કેન્દ્રમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને તે હાઇ સ્કૂલની જેમ જ એક અલગ પ્રોગ્રામ ચલાવે છે.આ પહેલા પણ ઘણી આવી ઘટના મળી આવી છથે, આ જ શાળામાં સપ્ટેમ્બરમાં એક વિદ્યાર્થીની બેગમાંથી બંદુક મળવાની ઘટના બની હતી.ત્યારે હવે આ ગોળીબાર મામલે વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.

Exit mobile version