Site icon Revoi.in

ઉત્તરાખંડમાં કોરોનાનો રાફળો ફાટ્યો – હરિદ્રારની જેલમાં એક સાથે 43 કેદીઓ કોરોના સંક્રમિત થયા

Social Share

દહેરાદૂનઃ- દેશભરમાં કોરોના હજી ગયો નથી ,રોજેરોજ કોરોનાના 15 હજારથી વધુ કેસ નોંધાી રહ્યા છે આવી સ્થિતિમાં ઘાર્મિક યાત્રાનું સ્થાન ગણાતા ઉત્તરાખંડમાં પણ કોરોનાનો રાફળો ફાટડો જોવા મળ્યો છે, પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તરાખંડના હરિદ્વારની જિલ્લા જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે.

હરિદ્રારની જેલમાં એકસાથે 43 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.આ પહેલા અહીની જેલમાં  28 અને 29 જુલાઈના રોજ જેલમાં હેપેટાઈટીસ ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્આયારે અનેક કેદીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં 43 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

હરિદ્વાર જિલ્લા જેલમાં ડીએમના આદેશ પર કેદીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જો કે મહત્વની વાત  એ છે કેટેસ્ટ પહેલા એક પણ કેદીમાં કોરોનાના લક્ષણો જોવામ ળ્યા નહોતા. 43 કેદીઓ રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા બાદ આ તમામને આઈસોલેટ કરી દેવાયા છે જેથી બીજા કેદીઓમાં સંક્રણ ન ફેલાય.

એક જ સાથે આટલા કેદીઓ સંક્રમિત આવતા જિલ્લાની જેલમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કેસ બાદ ઉત્તરાખંડની અન્ય જેલોમાં પણ તમામ કેદીઓના સેમ્પલ લેવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં વિતેલા દિવસે કોરોનાના 346 નવા સંક્રમિત કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં ત્રણ દર્દીઓના કોરોનાથી મોત થયા છે